Abtak Media Google News

રવિવારે કિશોરદાના જન્મદિવસે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે મેગા મ્યુઝીકલ શોનું આયોજન: રોમેન્ટીક, સોલો, ડયુએટ, સેડ સોંગ ગાશે ડો. અર્પીત ડેલીવાલા તેમની ટીમ સાથે અબતકની મુલાકાતે

જીંદગી એક સફર હૈ સુહાના જેવા સોન્ગ સાથે રફી-કિશોર નેવર બિફોર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રફી અને કિશોરદાના ગીતા ગાઇ તેમને યાદ કરવામાં આવશે. આ તકે વર્સટાઇલ સિંગર ડો. અર્પીત ડેલીવાલા તથા તેમની ટીમે અબતકની મુલાકાત લીધી.

Advertisement

રવિવાર સાંજે ૪ વાગ્યે પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં ડો. દીલીપ ડેલીવાલા તથા ડો. અર્પિત ડેલીવાલા દ્વારા ભવ્ય મ્યુઝીકલ શોનું આયોજન છે. મહાન ગાયક કિશોરકુમાર ના જન્મદિવસ (૪ ઓગષ્ટ) તથા મહાન ગાયક મો.રફીની પુણ્યતિથિ (૩૧ જુલાઇ) ના અનુસંધાને આ મેગા મ્યુઝીકલ શોનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં મુખય ગાયક ડો. અર્પિત ડેલીવાલા જે વોઇસ ઓફ રફી તથા વર્સેટાઇલ સીંગર છે. અને જેમણે મુંબઇ, દિલ્હી, માઉન્ટ આબુ, કાશ્મીર, અમદાવાદ, જયપુર, ઉજજૈન, રાજકોટ વિગેરે અસંખય વન મેન શો આપેલા છે. ડો. અર્પિત ડેલીવાલા આ શોમાં  મો.રફી તથા કિશોર કુમારના અદભુત ગીતોની રમઝટ બોલાવશે. લતા, આશા, ડો. ઇલા કળથિયા જે માઇક્રોબાયોલોજીસ્ટ છે. તથા ડો. મયુર વાધેલા જે જનરલ સર્જન તરીકે સ્ટલીંગ હોસ્પિટલમાં સેવા આપે છે. તે પણ ગીતોની રમઝટ બોલાવશે આ પ્રોગ્રામમાં વિવિધ ગીતોના પ્રકાર જેમ કે રોમેંટીક, સોલો, ડયુએટસ, સેડ, કલાસીકલ, ડાન્સ, મસ્તી ધમાલ તથા યોડેલીંગ સામેલ છે. તમામ ગીતોનું અદભુત ઓડીયો વિઝયુલ પ્રેસેન્ટેશન માં કોમ્પ્યુટર એન્જીનીયર તથા નિષ્ણાંત વિજીત ડેલીવાલા અને ટીમ દ્વારા કરવામાં આવશે. શોનું સ્ક્રીન તથા ડાઇરેકશન ડો. દીલીપ ડેલીવાલાનું રહેશે. શોની શરુઆત કિશોરકુમાર તથા રફી સાહેબના ગીતો અને યોડેલીંગની અદભુત મેડલીથી થવાને છે ગોલ્ડન એરા ૬૦-૭૦ ના દાયકાના યાદગાર ગીતોને જીવંત રાખવાના પ્રયાસમાં રાજકોટના અગ્રણી ડોકટરોનો સહકાર મળેલ છે. શોની વિશેષ માહીતી માટે સંપર્ક મો. નં. ૯૭૨૭૨ ૦૬૬૪૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.