Abtak Media Google News

તૈયારીઓનો ધમધમાટ: અગ્રણી જ્ઞાતિજનો ‘અબતક’ના આંગણે

સમગ્ર વિશ્વના રઘુવંશીઓની રાજધાની એવા રાજકોટને આંગણે વિરદાદા જશરાજજીની યાદમાં શૌર્યદિન દ્વારા સમસ્ત રઘુવંશીઓ (લોહરાણા) દ્વારા એક સ્થળે એકત્રીત થઈ પૂજય દાદાને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે અને ત્યારબાદ સૌ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરે છે. રાજકોટ શહેર જ નહીં, પરંતુ સમસ્ત સૌરાષ્ટ્રના રઘુવંશી (લોહરાણા) પરિવારજનો માટે ચિંતિત અને પારિવારીક માહોલ બનાવવા હંમેશા અગ્રેસર રઘુવંશી પરીવાર દ્વારા આ સમગ્ર આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.૨૨/૧/૨૦૧૯ના મંગળવારના રોજ વિરદાદા જશરાજજી (લોહરગઢ) નગરમાં દાદા જશરાજજીની યાદમાં સૌ લોહરાણા પરિવારજનો એકત્રિત થશે અને સૌરાષ્ટ્રની તપોભુમીના મહાન સંતો-મહંતોના સ્વમુખે વિરદાદા જશરાજજીની શૌર્યગાથા સાંભળીને પાવન થશે.

આ સમગ્ર આયોજન પાછળનો શુભ હેતુ આવનારી યુવા પેઢીને આપણી ખુમારી અને ક્ષત્રિયપણાના આપણામાં રહેલા (વારસા) સંસ્કારોને જાગૃત કરવાનો છે. આ સમગ્ર આયોજનની તૈયારીઓ માટે રઘુવંશી પરીવાર દ્વારા મધ્યસ્થ કાર્યાલયનો શુભ પ્રારંભ કાલે સાંજે ૬:૩૦ કલાકે થશે. તેમજ સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવોના હસ્તે દાદાના દિપ પ્રાગટય તેમજ આરતીનું આયોજન સાંજે ૭:૦૦ કલાકે કરેલ છે. ત્યારબાદ આવેલ જ્ઞાતિજનો માટે અલ્પાહાર (પ્રસાદ)નું આયોજન કરેલ છે ત્યારે રઘુવંશી પરીવાર દ્વારા સમસ્ત જ્ઞાતિજનોને પધારવા જણાવાયું છે. મધ્યસ્થ કાર્યાલય જાગનાથ ચોક, ડો.યાજ્ઞિક રોડ ખાત કાર્યરત થશે. ઉજવણીને ભવ્ય અને સફળ બનાવવા આગેવાન જ્ઞાતિજનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.