Abtak Media Google News

બુધવારે સેલિબ્રેશન પાર્ટી પ્લોટનાં આંગણે ખેલૈયા નવરાત્રીને બાય-બાય કરવા રંગે ચંગે રમઝટ બોલાવશે: આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી

રાજકોટનાં આંગણે અને સેલિબ્રેશન પાર્ટી પ્લોટ, કાલાવડ રોડનાં પ્રાંગણે રઘુવંશી યુવા કલબ દ્વારા સૌપ્રથમ વખત બાય-બાય નવરાત્રી દાંડિયા વીથ ડી.જે.નું ભભકાદાર આયોજન કરવામાં આવ્યું છે. તા.૯ને બુધવારે સાંજે ૭ વાગ્યાથી શરૂ થનાર બાય-બાય નવરાત્રીમાં યુવક-યુવતીઓ રાસોત્સવનો આનંદ માણશે. જેની તડામાર તૈયારી ચાલી રહી છે. બાય-બાય નવરાત્રી રાસોત્સવમાં વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલડ્રેસમાં નંબર મેળવનાર ખેલૈયાઓને આકર્ષક ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવશે.

Advertisement

બાય-બાય નવરાત્રી દાંડિયા વીથ ડી.જે.માં પ્લેબેક સિંગર મોન્ટુ મહારાજ, કાસમ બાગડવા અને મેડ મ્યુઝિકનાં હાર્દિક મહેતા, લાઈવ જોકી, રઘુ ત્રિવેદી તેમજ ડી.જે.મયુર સુમધુર સ્વરનાં સથવારે ખેલૈયાઓને તન અને મનથી રમઝટ બોલાવવા મજબુર કરશે. આ કાર્યક્રમનું એન્કરીંગ લવલિ ઠકકર કરશે. ખેલૈયાઓ નવરાત્રીને બાય-બાય કરવા માટે કેડિયુ-ચોરણી, પતિયાલા અને રંગબેરંગી વાઘાનો શણગાર, થ્રી, ફોર, સિકસ સ્ટેપ, પંચીયો, ટીમલી અને દોઢિયાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓ પોતાની આગવી અદાઓથી જોનારાઓને મંત્રમુગ્ધ કરશે.  આ તકે દાંડિયા વીથ ડી.જે.નાં કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી યુવા કલબનાં આયોજકો શ્યામલ વિઠલાણી, રવિ માણેક, વિવેક ચોલેરા, ભાવેશ અઢીયા અને રોનક સેજપાલ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.