Abtak Media Google News

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ લખેલા પુસ્તકમાં સમગ્ર વિશ્ર્વના રાજકીય મંચના નેતાઓ અંગે પોતાના વ્યક્તિગત અભિપ્રાયો નોંધ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે લખ્યું છે કે, રાહુલ બાબા એક એવા વિદ્યાર્થી છે કે જે પોતાની કાબેલીયતથી શિક્ષકને પ્રભાવિત કરવા સતત આતુર રહેતા હોય છે પરંતુ આવડતના કારણે ઠોઠ સાબીત થતો રહે છે. રાહુલ ગાંધી અંગે ઓબામાએ લખ્યું છે કે, નિરુત્સાહ અને આયોજન અને ગુણવત્તાના અભાવથી તે ઠોઠ નિશાળીયા જેવા છે. ન્યુયોર્ક ટાઈમસમાં ઓબામાએ પોતાની સ્મૃતિ તાજી કરતા પ્રોમીશ્ડ લેન્ડ નામના પુસ્તકમાં શ્ર્વેત પ્રમુખ ઓબામાએ સમગ્ર વિશ્ર્વના રાજકીય નેતાઓ અંગે પોતાના મત વ્યક્ત કર્યા છે. ગાંધી પરિવાર અંગે ઓબામાએ લખ્યું છે. જેમાં રાહુલ અંગે લખ્યું છે કે, તે એવા ઠોઠ નિશાળીયા ગણી શકાય કે જે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા માટે સતત આતુર હોય પરંતુ અનેક પ્રયાસો છતાં તે કરી ન શકે. રાહુલ ગાંધીની માતા અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને પણ તેમની સ્મૃતિમાં સામેલ કર્યા છે. બીજા એક વર્ણનમાં તેમણે લખાવ્યું છે કે, રાજકીય ક્ષેત્રે ચાર્લી ક્રિષ્ટ, રેમ્પટ ઈમ્યુલ જેવા નેતાઓને આપણે તેમના દેખાવ પરથી યાદ કરીએ છીએ. સોનિયા ગાંધીને તેમાંથી બાકાત રાખવા જોઈએ. અમેરિકાના પૂર્વ સંરક્ષણ સચિવ બોબ ગેટસ અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ બન્ને અંતરમુખી પ્રતિભાઓ તરીકે તેમણે ગણાવ્યા હતા. ઓબામાએ રશિયન પ્રમુખ પુતિનને પણ યાદ કર્યા હતા. તે અવિસ્મણ્ય રહેશે તેમ જણાવ્યું હતું.

ઓબામાએ લખેલુ આ પુસ્તક ૭૬૮ પાનાની એક યાદગાર કૃતિ તરીકે ૧૭મી નવેમ્બરે થશે. ઓબામાના બાળપણથી લઈ રાજકીય ઉદય સુધીનો ઈતિહાસ અને ૨૦૦૮ના ચૂંટણી પ્રચાર અને તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળની અનેક યાદો તાકવામાં આવેલ છે. ઓબામા પ્રથમ આફ્રીકન, અમેરિકન પ્રમુખ તરીકે યાદગાર રહેશે. તેમણે ભારતની બે વાર અમેરિકાના પ્રમુખ તરીકે મુલાકાત લીધી હતી. ૨૦૧૦ અને ૨૦૧૫માં ભારતના મહેમાન બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.