Abtak Media Google News
  •  ગુજરાતમાં આવે ત્યારે રાહુલ ગાંધી જવાબ આપે.

  •  પાટીદારેને અનામત કઈ રીતે આપવાના છે તે કોંગ્રેસ સ્પષ્ટ કરે

  • ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી વધારનારી કોંગ્રેસ ગુજરાતના વિકાસ સામે ખોટા આંકડાઓ રજૂ કરી પ્રશ્નો ઊભા કરી રહી છે

  • યુવાનોને રોજગારી, ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્ર અને સમૃધ્ધ રાષ્ટ્ર માટે વડાપ્રધાન  મોદીનું સપનું રોળી નાંખવા કોંગ્રેસના નીંદનીય પ્રયોસો

  • કોંગીની રાજનીતિ પર્ફોર્મન્સ આધારિત નહિં પણ ડિસ્ટર્બન્સ આધારિત બની ગઈ છે

ગુજરાતની આગામી ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારને બદનામ કરવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ  રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય આગેવાનો ગુજરાત આવીને માત્ર જૂઠાણાની રાજનીતિ કરી રહ્યાં છે અને પ્રજાને ભ્રમિત કરવા માંગે છે એવા વેધક આક્ષેપ સો ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારની કામગીરી અંગે  રાહુલ ગાંધી ગપ્પા મારે છે.  રાહુલ ગાંધીએ ગપ્પાબાજી બંધ કરી પ્રજા સમક્ષ સાચી હકીકતો રજૂ કરવી જોઈએ અને પર્ફોર્મન્સની રાજનીતિ સ્વીકારવી જોઈએ.તેમણે કહ્યું હતું કે, એક મોટી પાર્ટીના મોટા નેતા તરીકે રાહુલ ગાંધી જ્યારે કોઈ વાત કરે ત્યારે તેણે સત્ય હકીકતો અને સાચા આંકડાઓ રજૂ કરવા જોઈએ પરંતુ તેઓ ખબર નહિં ક્યાંી મનઘડંત આંકડાઓ લઈને ગુજરાતના વિકાસ અંગે જૂઠા આક્ષેપો કરી પ્રજાને ભ્રમિત કરી રહ્યાં છે. કોઈની લખેલી સ્ક્રીપ વાંચતા કે બોલતા પહેલાં શ્રી રાહુલ ગાંધી જેવા નેતાએ તેની સત્યતા ચકાસી લેવી જોઈએ.રાહુલ ગાંધીના શિક્ષણ, બેરોજગારી, પાણી વિગેરે મુદ્દા પરના આક્ષેપોનો શ્રી વિજયભાઈ રૂપાણીએ સત્ય હકીકત આંકડાઓ સો રજૂ કરીને છેદ ઉડાડી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૩૦ લાખ બેકારોની ફોજ એવા ગપ્પા મારનાર  રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ મનમોહનસિંહની કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ પણ તપાસી લે તો ખબર પડે કે રોજગારી આપવામાં આજે પણ દેશના તમામ રાજ્યોમાં ગુજરાત નંબર  ૧ છે. ગુજરાતમાં આજની તારીખે માત્ર ૫.૭૫ લાખ યુવાનોએ રોજગારી માટે નામ લખાવ્યાં છે અને તેમાં પણ ખાનગી ક્ષેત્રે કામ કરનારા પરંતુ સરકારી નોકરી મેળવવા ઈચ્છુક યુવાનોનો સમાવેશ થાય છે. દેશના કોંગ્રેસ શાસિત કે અન્ય પક્ષ શાસિત રાજ્યોમાં આનાથી ત્રણ-ત્રણ ગણા બેકારો નોંધાયેલા છે. પરંતુ તે હકીકત સામે આંખ મિચામણા કરીને ગુજરાતમાં ૩૦ લાખ બેકારો હોવાના “ગપ્પા મારવામાં આવી રહ્યાં છે.નર્મદાના નીર ઉદ્યોગોને જ આપી દેવામાં આવે છે તેવા રાહુલ ગાંધીના ગપ્પાનો પર્દાફાશ કરતાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી નર્મદા યોજનામાં આડખીલી રૂપ બની ગુજરાતની પ્રજાને તરસે મારનાર કોંગ્રેસ હવે નર્મદા યાજના પૂરી ઈ છે ત્યારે નર્મદાના નીર ઉદ્યોગપતિઓને આપી દેવાય છે તેવા ગપ્પા મારે છે. વાસ્તવમાં ભાજપ સરકારે પાણી અંગે સૌપ્રમ પીવાનું પાણી એ પછી સિંચાઈ અને એ પછી ઉદ્યોગોને પાણી એવી પ્રાયોરિટી નક્કી કરી છે અને એ મુજબ આજે નર્મદાના ૭૮ ટકા પાણી ૯૫૦૦ ગાંમડા અને ૧૬૬ શહેરોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે ૨૦ ટકા પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે અને માત્ર ૨ ટકા જ પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે. પરંતુ ગુજરાત આવીને નર્મદાના પાણી પીતા કોંગ્રેસના આગેવાનો “ગપ્પા મારીને પ્રજાને ભ્રમિત કરી સત્તા કબજે કરવા માગે છે.ગુજરાતમાં શિક્ષણનું સ્તર કળ્યું છે તેવું પ્રજાના મનમાં ઠસાવવા ૧૩,૦૦૦ શાળાઓ બંધ યાના શ્રી રાહુલ ગાંધી “ગપ્પા હાંકી રહ્યાં છે. આ “ગપ્પાનો પણ નકાબ ચિરતા આંકડા રજૂ કરતાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૦ સુધી ગુજરતમાં પ્રામિક અને હાયર સેક્ધડરીની કુલ ૪૧,૩૧૮ શાળાઓ હતી. આજે ૫૮,૩૫૨ છે એટલે કે લગભગ ૧૭,૦૦૦ શાળાઓ વધી છે. પરંતુ ગપ્પાબાજો આ હકીકત સ્વીકારવા તૈયાર ની. તેમણે વિધવા પેન્શન અંગે કોંગ્રેસના ગપ્પાબાજોનો જવાબ વાળતાં કહ્યું હતું કે, ગુજરાતમાં રૂપિયા ૧,૦૦૦ વિધવા પેન્શન આપવામાં આવે છે પરંતુ ગપ્પાબાજો એમ કહે છે કે, રૂ. ૪૫૦/- પેન્શન મળે છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ વિગેરેના ઉત્કર્ષ માટે ભાજપ સરકારની સિધ્ધિઓ સામે આંખ મિચામણા કરનારા લોકો આ અંગે પણ ગપ્પા હાંકી રહ્યાં છે.વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, બેકારી, ગરીબી, ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રીય પ્રશ્ન છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ યોજનાઓ ધ્વારા આ પ્રશ્નને ઉકેલવા પ્રયાસ કરે છે. MAKE IN INDIA, START UP INDIA, SKILL DEVELOPMENTવિગેરે કેન્દ્રની યોજનાઓ આ દિશાના જ પ્રયાસો છે જેી રોજગારીની તક પણ વધે પરંતુ સમૃધ્ધ ભારતમાં “સૌનો સા અને સૌનો વિકાસ એવું વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સપનું રોળી નાંખવા કોંગ્રેસ ગપ્પા નો આશરો લઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી પર્ફોર્મન્સ આધારિત હોવી જોઈએ પરંતું “નોન-પર્ફોર્મિંગ કોંગ્રેસ ડિસ્ટર્બર્ન્સની રાજનીતિ પર ઉતરી આવી છે.એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અનામત આંદોલન ચલાવતાં યુવાનો અને કોંગ્રેસ વચ્ચેની છાનીછપની મુલાકાતો પણ કોંગ્રેસમાં જોડાવા માટેનું ફેસ-સેવિંગ છે. પાટીદારોને અનામત કઈ રીતે આપવી છે તે અંગે કોંગ્રેસે ખુલાસો કરવો જોઈએ અને એ ખુલાસો અનામત આંદોનલ ચલાવનારાઓને સ્વીકાર્ય છે કે કેમ તેની સ્પષ્ટતા પણઆંદોલનકારીઓએ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને EBCભાજપે આપ્યું જ છે. પરંતુ સમાધાનમાં નહિ પણ સમસ્યા સળગતી રાખવાની વૃત્તિ ધરાવતી કોંગ્રેસે સ્ટે લીધો. પરિણામે આજે સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં છે. તાજેતરમાં રાજસન હાઈકોર્ટનો ગુર્જરોને અનામત માટેનાે ચુકાદો પણ નોંધનીય છે. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે બંધારણની મર્યાદાી વધુ અનામત આપી શકાતી ની. પરંતુ કોંગ્રેસ અનામત અપાવી દેવાનો પણ ભ્રમ પેદા કરી રહી છે અને આંદોલનકારીઓને કોંગ્રેસમાં સામેલ કરવાનું ફેસ-સેવિંગ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.