Abtak Media Google News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરનાં રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યાં છે. અમદાવાદ ખાતે રાહુલ ગાંધી ભવ્ય રોડ શો પણ યોજવાનાં છે. તો કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણી અંગે પણ ચર્ચા વિચારણા કરી શકે છે. અને આ માટે કોંગ્રેસ પૂરા જોશથી તડામાર તૈયારીઓ પણ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે જોરદાર અને પ્રચંડ જોશથી લડવાનું કોંગ્રેસે મન બનાવી લીધું છે અને આ વખતે કોંગ્રેસમાં આગામી ચૂંટણીલક્ષી મુખ્ય સુકાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતનાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ચૂંટણી પ્રવાસ ખેડીને જાહેરસભાઓ યોજીને કોંગ્રેસ તરફ ઘણો ભારે લોકજુવાળ ઉભો થયો હતો. પરંતુ આ વખતે ફરી ગુજરાતમાં તેમના પ્રચારની સફળતાને બાદ હજુ વધુ એક વખત તેમને ગુજરાતમાં અમદાવાદ આવવાનું મન બનાવી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.