Abtak Media Google News

શ્રાવણ માસ આવતા જ ધ્રાંગધ્રા શહેરમા જુગારીઓ કીડીની જેમ ઉભરાયા છે ત્યારે ધ્રાંગધ્રા પંથકમા કેટલાક સ્થળોએ ચાલતા જુગારધામના અડ્ડાઓને બંધ કરવા હવે શહેર પીઆઇ તરીકે એન.કે.વ્યાસને કાયમી કરતા હવે શહેરમા ચાલતી અસામાજીક પ્રવૃતિઓને ડામવા સતત કાયઁવાહી શરુ કરી દેવાઇ છે. તેવામા ધ્રાંગધ્રા શહેરના ખરાવાડ પાસે ચાલતા મોટા જુગારધામ પર દરોડો કરતા લાખ્ખોની રોકડનુ મસમોટુ જુગારધામ ઝડપાયુ હતુ જેમા ધ્રાંગધ્રા શહેરમા ખરાવાડ વિસ્તાર પાસે આવેલ આંમ્બેડકરનગર પાસે છેલ્લા કેટલાક સમયથી રાઘવજીભાઇ પોતાના મકાનમા રમેશ સિંધવ ઉફેઁ ઘાયલ તથા હષઁદ સિંધવને સાથે રાખી નાલ ઉઘરાવી હારજીતનો ગુદડી પાસાનો જુગાર રમાડતા હોય જેથી આ બાબતની બાતમી ધ્રાંગધ્રા સીટીના પીઆઇ એન.કે.વ્યાસને મળતા પીઆઇ એન.કે.વ્યાસ, કોન્સ્ટેબલ નરેશ ભોજીયા, નરેશભાઇ મેર, કુળદીપસિંહ ઝાલા, વિજય રબારી , મહિપાલસિંહ સહિતનાઓ તુરંત બાતમીવાળા સ્થળે જઇ દરોડો કરતા રાઘવજીભાઇના મકાનમા ચાલતા જુગારધામ પર રાત્રીના 2:30 કલાકે દરોડો કયોઁ હતો.

જ્યા પોલીસ દરોડામા નાશભાગ મચી જતા કુલ 15 જેટલા જુગારીઓ ગુદડી પાસાનો જુગાર રમતા ઝપટે ચડી ગયા હતા જ્યારે અન્ય 10 શખ્સો ભાગીજવામા સફળ રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કુલ 25 જુગારી શખ્સો પર ફરીયાદ નોંધી હતી. ધ્રાંગધ્રામા ચાલતી મસમોટી જુગારની ક્લબમા દરોડો કરતા 449300 રુપિયા રોકડ, 4 મોબાઇલ કિમત 42500 તથા બે મોટરસાઇકલ કિમત રુપિયા 80000 એમ કુલમળી 571800ના મુદ્દામાલ સાથે 15 જુગારી શખ્સોને ઝડપી પાડ્યા હતા.

Screenshot 20180711 173627ધ્રાંગધ્રા શહેરના ઇતિહાસમા વષોઁ બાદ આ પ્રથમ જુગારની ક્લબ પર મોટા તગડા રોકડ રુપિયાના જુગારધામ પર દરોડો કરતા સમગ્ર શહેરમા ચચાઁ જાગી છે ત્યારે હાલ જીલ્લા એલ.સી.બીના પીઆઇ તરીકેની પોસ્ટમાથી ધ્રાંગધ્રા શહેરમા પીઆઇ તરીકે એન.કે.વ્યાસને કાયમીચાજઁ સોપતા આ પ્રથમ દરોડામા પોલીસની આ મોટી સફળતા ગણાવી શકાય છે. પીઆઇ દ્વારા જુગારની ક્લબ પર દરોડો કરી લાખ્ખોની કિમતનો મુદ્દામાલ જપ્ત કરતા અન્ય નાનામોટા જુગારીઓ તથા અસામાજીક પ્રવૃતિ ચલાવનારાઓમા ફફડાટ ફેલાયો છે.

ધ્રાંગધ્રામા પીઆઇ દ્વારા જુગારની ક્લબ પર દરોડામા ઝડપાયેલા જુગારીઓના નામ.

(1) ગુણવંત રામજીભાઇ મકવાણા
(2) દેવજી બાલાભાઇ રાઠોડ
(3) વાસુદેવ મોહનભાઇ પટેલ
(4) મુન્ના મહમદભાઇ દિવાન
(5) જુલ્ફીકાર મુસ્તુફાભાઇ મંડલી
(6) મહેશ લાલજીભાઇ પઢેરીયા
(7) ફીરોજ ઉફેઁ કાળુ ઇબ્રાહીમભાઇ સોલંકી
(8) હુશેન યુનુશભાઇ ચૌહાણ
(9) કાંતિ દાનાભાઇ છાંસીયા
(10) હુશેનઅલી કથરોટીયા
(11) મેપા નાનુભાઇ મુંધવા
(12) મહેશ ઉફેઁ કાલી વશરામભાઇ રબારી
(13) કાંતિ નાનજીભાઇ પરમાર
(14) યુનુશ યુશુફભાઇ મીરા
(15) ધમેઁશ કિશોરભાઇ ખખ્ખર

 ક્લબમા દરોડા દરમિયાન ભાગીછુટેલા જુગારીઓના નામ

(1) રાઘવજી ગાંડાભાઇ
(2) રમેશ સીંધવ ઉફેઁ ધાયલ
(3) હષઁદ જેન્તીભાઇ સિંધવ
(4) રાજુભાઇ
(5) બોડઁર
(6) રણછોડભાઇ
(7) રાજભા ઉફેઁ અણદુભા
(8) પોપટભાઇ
(9) ભગત રબારી
(10) વેરશીભાઇ

તમામ જુગારીઓનો જાહેરમા વરઘોડો કાઢાયો.
છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રા શહેરના ખરાવાડ વિસ્તારમા નામચીન શખ્સ દ્વારા ચલાવાતી જુઘારની ક્લબ પર પીઆઇ એન.કે.વ્યાસ દ્વારા દરોડો કરી મસમોટુ જુગારધામ ઝડપી પાડ્યુ હતુ જેમા 15 જેટલા જુગારીઓને ઝડપી લઇ તમામને આજે શહેરના મુખ્યમાગોઁ પર જાહેરમા સરઘસ કાઢી તમામ જુગારીઓને ” અમે જુગાર નહિ રમીએ”ના સોગંધ લેવડાવ્યા હતા

ધ્રાંગધ્રા શહેરના જુગારધામ પર દરોડા કરતા દારુ પણ ઝડપાયો.
ધ્રાંગધ્રા શહેરમા ચાલતી જુગારધામની ક્લબ પર પીઆઇ દ્વારા દરોડો કરી 15 જેટલા જુગારીને તો ઝડપી પડાયા હતા પરંતુ સાથોસાથ 50 લિટર જેટલો દારુ પણ મળી આવતા ઝડપાયેલા 15 જુગારીઓના જામીન રદ થતા તમામને જેલ હવાલે કયાઁ હતા. જેથી હાલ તમામ જુગારીઓને જેલ હવાલે કરતા આ તમામ નામચીન જુગારીઓને અંદાજે પાંચેક દિવસ સુધી જેલની હવા ખાવી પડે તેવુ જણાઇ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.