Abtak Media Google News

100 વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા : કુલ 35 સ્થળો પર વહેલી સવારથી તપાસ શરૂ

પ્રાથમિક તપાસમાં દરેક ડિજિટલ ડેટાને સીઝ કરી દેવાયા.

લાંબા સમય બાદ આવકવેરા વિભાગ ફરી હરકતમાં આવ્યું છે. જેમાં સુરતના ત્રણ મોટા જવેલર્સને ત્યાં સરચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે જેમાં પાર્થ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સનો સમાવેશ થાય છે. એટલું જ નહીં તેના કનેક્શનમાં રાજકોટની બે સોફ્ટવેર બનાવતી કંપની ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. કર ચોરીને અટકાવવા માટે સરકારની દરેક સેન્ટ્રલ એજન્સી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને કરચોરો ઉપર તવાય બોલાવી રહી છે ત્યારે ફરી આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા સુરત ખાતે રહેલા જ્વેલર્સો અને રાજકોટની સોફ્ટવેર કંપનીઓ કે જે સુરત સાથે કનેક્શન ધરાવતા હોય તેમનામાં ફફડાટ મચી ગયો છે.

Advertisement

વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ૧૦૦ થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરી છે જેમાં રાજકોટ વિંગ ના અધિકારીઓનો પણ સમાવેશ થયો છે. ત્રણ ગ્રુપ સાથે સંકળાયેલી કુલ 35 થી વધુ પેઢીઓ ઉપર આસર ચોપરેશન હાલ ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ દિવસ ની તપાસ દરમિયાન ખાતા સહિત લોકરો અને બેંક ડીટેલ ઓફ એકત્રિત કરી તમામ ડેટાને સિઝ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ એ વાત પણ સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં આ તપાસ કેટલો સમય ચાલે તેનો કોઈ અંદાજો નથી પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તો નવાઈ નહીં.

સુરતના જ્વેલર્સો સાથે સંકળાયેલા તેમના ભાગીદારો એકાઉન્ટન્ટ સહિત સર્વે ની કચેરી અને નિવાસ્થાન ઉપર વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી ત્યારે આ સ્થળ ચોપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં સામે આવે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં અનેક નવા કનેક્શન ખુલે તો પણ નવાઈ નથી. સુરત આવકવેરા વિભાગ માટે હર હંમેશ હોટ ફેવરેટ પોકેટ રહ્યું છે કારણ કે સુરત માં મુખ્યત્વે ખૂબ મોટા જ્વેલર્સ અને ડાયમંડ ગ્રુપ આવેલા છે અને તેમના દ્વારા કરવામાં આવતા દરેક નાણાકીય વ્યવહાર ઉપર આવકવેરા વિભાગની સાથો સાથ જીએસટીની ટીમ નજર રાખતી હોય છે ત્યારે સુરતના અત્યંત પ્રચલિત એવા પાર્થ ગ્રુપ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સ આવકવેરા વિભાગની રડારમાં આવતા તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીના દરોડા શરૂ થવાની શક્યતા

જી20 બેઠક પૂર્ણ થતા રાજકોટ મોરબી સહિત સૌરાષ્ટ્રમાં બોગસ બીલિંગ અને કરચોરી કરતી પેઢીઓ ઉપર સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી અને રેવન્યુ એન્ટેલીજન્સ ત્રાટકે તેઓ તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલ સેન્ટ્રલ એજન્સી અને સીબીઆઇસી દ્વારા આ તમામ પેઢીઓની દરેક વિગતો એકત્રિત કરી દેવામાં આવી છે અને આવનારા નજીકના સમયમાં જ ખૂબ મોટા પ્રમાણમાં જીએસટીના દરોડા હાથ ધરવામાં આવશે. બીજી તરફ બોગસ બીલીંગના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ ગેરરીતી ને અટકાવવા સરકાર અને નાણાં મંત્રાલય દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત અને મોરબી બંનેમાં કરચોરીની સાથોસાથ બોગસ બીલિંગ કૌભાંડ સતત થતા હોય છે ત્યારે તેના પર અંકુશ લાવવા માટે હવે જીએસટી પણ હરકતમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.