Abtak Media Google News

સ્ટોલ પરથી બીલ ન મળે તો પૈસાની ચુકવણી ન કરવા યાત્રીકોઓને અનુરોધ કરાયો

રાજકોટ મંડલ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુકવાલે રાજકોટ સ્ટેશન પર સ્થિત ખાણી-પીણીનાં સ્ટોલનું ઔપચારિક નિરીક્ષણ કર્યું તથા સ્ટોલ ધારકથી પ્રવાસીઓને કોઈપણ ખાદ્ય પદાર્થની ખરીદી પર અનિવાર્યરૂપે બિલ આપવાનો નિર્દેશ કર્યો. ફુકવાલે રેલ યાત્રીઓ પાસેથી આ સંબંધે પ્રતિક્રિયા મેળવી તથા તેમને સમજાવ્યા કે આ પ્રકારનાં ઘણા નિર્દેશની પાછળ અમારો આશય ખાણી-પીણીની ચીજો પર ઓવર ચાર્જિંગ રોકવાનો છે.

Advertisement
Railway-Management-Supervises-No-Bill-No-Payment-On-Railways-Food-And-Drink-Stall
railway-management-supervises-no-bill-no-payment-on-railways-food-and-drink-stall

રેલવે મંત્રાલય દ્વારા મળતા નિર્દેશો પ્રમાણે રેલવે સ્ટેશન પર ખાણી-પીણીનાં સ્ટોલમાં બિલ આપવું અનિવાર્ય કરી દેવાયું છે. તે અંતર્ગત રાજકોટ રેલ મંડળમાં બધા સ્ટેશનોમાં ખાન-પાનનાં સ્ટોલ પર પાછલા કેટલાક સમયથી ‘નો બીલ નો પેમેન્ટ’ની પોલીસી લાગુ કરાઈ છે. તાજેતરમાં જ રેલ યાત્રિઓમાં જાગૃતિ લાવવાના ઉદેશ્યથી રાજકોટ મંડલનાં બધા ખાણી-પીણીનાં સ્ટોલ પર નો બિલ નો પેમેન્ટનું સ્ટિકર લગાવાયું છે. આ ઉપરાંત દરેક સ્ટોલ ધારકોને બેઝ અપાયો છે. જેમાં લખાયું છે કે, બિલ ન મળે તો ખરીદેલો સામાન મફતમાં લઈ જાવ. સાથે જ સ્ટેશન પર લગાતાર અનાઉન્સમેન્ટ કરાય છે.

જેમાં યાત્રિઓને અનુરોધ કરવામાં આવે છે કે, કોઈપણ સ્ટોલ કર્મચારીને ટીપ ન અપાય તથા હંમેશા બીલ માંગે તથા બિલ ન મળે તો પૈસા ન આપો. આ નિરીક્ષણ દરમિયાન રાજકોટ મંડલનાં વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ સહાયક વાણિજય પ્રબંધક રાકેશકુમાર પુરોહિત તથા અન્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.