Abtak Media Google News

ખેડૂતોની આવક બમણી કરવા ભાજપ સરકારની વધુ એક પહેલ

મહારાષ્ટ્રથી ‘કિસાન રેલ’નો કૃષિમંત્રીએ લીલીઝંડી બતાવી કરાવ્યો પ્રારંભ

ફળો અને શાકભાજીની એક રાજયથી બીજા રાજયમાં લઈ જવા રેલવેની વિશેષ ટ્રેન સુવિધા

ભારતીય રેલવેએ દેશના ખેડુતોના હિતમાં એક મહત્વનું પગલુ લઈ ફળો અને શાકભાજીની હેરાફેરી માટે કિસાન રેલ સેવાનો પ્રારંભ કર્યો છે. ફળો અને શાકભાજીનો ઝડપથી નાશ થવા લાગે છે. એટલે તેના ઝડપી પરિવહન માટે રેલવેએ એરકંડીશન્ડ કિસાન રેલ સેવા શરૂ કરી છે જેના માધ્યમથી ફળો અને શાકભાજીની એક રાજયમાંથી બીજા રાજયમાંસરળતાથી ઝડપી હેરફેર કરી શકાશે.

દેશમાં પ્રથમ વખ્ત શરૂઈ રહેલી આ કિસાન રેલ સેવાનો રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિડિયો કોન્ફરન્સ થકી આ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે આ પહેલી ટ્રેન મહારાષ્ટ્રથી બિહાર જવા રવાના થઈ છે. બંને મંત્રીઓએ લીલીઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી આ તકે મહારાષ્ટ્રના ખાધાન્ન અને ગ્રાહક સુરક્ષા બાબતોનાં મંત્રી છગન ભુજબળ પણ ઉપસ્થિત રહ્યા હતા.સવારે ૧૧ કલાકે મહારાષ્ટ્રના દેવલાલી સ્ટેશનથી રવાના થઈ હતી આ ટ્રેન બિહારના દાનાપૂર સ્ટેશન સુધી જશે.

ટ્રેનની ખાસિયત શું

કિસાન રેલમાં રેફ્રીજરેટેડ કોચ લગાવવામાં આવેલ છે આ કોચ ૧૭ ટનની ક્ષમતાના છે. અને રેલવે કોચ ફેકટરી કપુરથલા ખાતે બનાવવામાં આવ્યા છે.

આ ટ્રેન હરતા ફરતા ક્ધટેનર ફ્રીજ જેવી છે એટલે કે હરતુ ફરતું કોલ્ડસ્ટોરેજ છે. આકોચમાં શાકભાજી ફળો, માછલી, માંસ તથા દુધનું પરિવહન થઈ શકશે.

સૌ પ્રથમ મમતા બેનર્જીએ કરી હતી દરખાસ્ત

એરકંડીશનની સુવિધા સાથે ફળો અને શાકભાજીને લાવવા લઈ જવાની સુવિધા માટે સૌ પ્રથમ ૨૦૦૯-૧૦ના અંદાજપત્રમાં રેલવે મંત્રી મમતા બેનર્જીએ આ દરખાસ્ત કરી હતી. પરંતુ શરૂઆત થઈ શકી નહોતી.

કિસાન રેલનું સમયપત્રક

આ કિસાન રેલ અઠવાડીયામાં એક વખત ચાલશે આ ટ્રેન મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દેવલાલીથી સવારે ૧૧ કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૬.૪૫ કલાકે પટણા નજીકના દાનાપૂર સ્ટેશને પહોચશે એટલે કે ૩૨ કલાકે પહોચશે.

આ ટ્રેન ૧૫૧૯ કિમીની સફર કરશે દેવલાલીથી શરૂ થઈ નાસિક રોડ, જાનપાડ, જલગાંવ, ભુસાવળ, બુરહાનપૂર, ખંડવા, ઈટારસી, જબલપુર, સતના, કરની, મણીકપૂર, પ્રયાગરાજ, પંડિત દિનદયાલ ઉપાધ્યાયનગ અને બકસરમાં ઉભી રહેશે.

ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક

રેલવેનો આ પ્રયાસ ખેડુતોની આવક બમણી કરવાના પ્રયાસ સાથે જોડવામાં આવે છે. મોદી સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. તેની સાથે આ રેલ સેવાને જોડવામાં આવે છે. જલ્દી ખરાબ થઈ જતા ફળો શાકભાજી, માસ, મચ્છી તથા દૂધને એક રાજયથી બીજા રાજયમાં જયાં બજાર છે ત્યાં પહોચાડવા ઉપયોગી બનશે.

અંદાજપત્રમાં નાણાંમંત્રીએ કરી હતી ‘કિસાન રેલ’ની દરખાસ્ત

હકીકતમાં કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. અંદાજપત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ કિસાન રેલ સેવાની શરૂ કરવાની દરખાસ્ત કરી હતી જેનો હવે પ્રારંભ થયો છે. આ બજાર હોય અને માંગ હોય ત્યાં ખેડુતો પોતાનો માલ વેચી સારા ભાવ મેળવી શકે તે માટે આ કિસાન રેલ સેવા શરૂ કરાઈ છે. પીપીપી યોજના હેઠળ કોલ્ડ સ્ટોરેજ સાથે સાથે ખેત ઉપજ પરિવહનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.