Abtak Media Google News

સતત બીજા વર્ષે બેસ્ટ પરફોર્મિંગ કો.ઓપરેટીવ બેંક એવોર્ડ હાંસલ કરી સહકારી ક્ષેત્રે અનોખી સિધ્ધિ મેળવી

ઉત્તમ ક્ષણની રાહ ન જુએ, જે ક્ષણ આવે તેને જ ઉત્તમ બનાવી નાખો. આવી શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા ધી. કો.ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના સત્યપ્રકાશ ખોખરાને ફરી એક વખત શ્રેષ્ઠ સીઈઓનાં એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા એક સમારંભમાં બેંકીંગ અને ફાયનાન્સના સમાચારો સાથે સંકળાયેલા મેગેઝીન બેંકીંગ ફ્રન્ટીયર દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સહકારી ક્ષેત્રે સત્યપ્રકાશ ખોખરાએ મેળવેલી આ સિધ્ધિ બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Advertisement

મુંબઈ સ્થિત બેંકીંગ અને ફાયનાન્સના સમાચારો સાથે સંકળાયેલા અગ્રગણ્ય મેગેઝીન બેંકીંગ ફ્રન્ટીયર દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી તમામ કક્ષાની સહકારી બેંકોને વિવિધ પેરામીટરોને આધારે યોગ્યતા પાત્ર સહકારી બેંકોને દર વર્ષે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામા આવે છે. આ કામગીરી મેગેઝરીનના ગ્રુપ એડીટર મનોજ અગ્રવાલ, બાબુ નાયર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. સતત ૧૩મા વર્ષે પણ બેંકીંગ ફ્રન્ટીયર દ્વારા તા.૧૮ અને ૧૯ સપ્ટે. ગોવાની હોટેલ હોલી ડે ઈનમાં એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ સમારોહમાં દેશભરની નાની મધ્યમ અને મોટી સહકારી બેંકોમાંથી અંદાજે ૪૦૦ જેટલા સહકારી આગેવાનો હાજર રહ્યા હતા ખાસ કરીને ગોવાના સહકાર મંત્રી ઉપરાંત કર્ણાટકના એચ.કે. પાટીલ અને નાફકબના ચેરમેન જયોતિન્દ્ર મહેતા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા રાજ બેંકના ડિરેકટર જગદીશભાઈ કોટડીયા, નીલેશ ધ્રુવ અને નિમિત કામદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફ્રેન્ટીયર ઈન કો. ઓપરેટીવ બેંકીંગ એવોર્ડ (એફસીબીએ) ૨૦૧૯માં રાજ બેંકના સીઈઓ સત્યપ્રકાશ બાબુલાલ ખોખરાને સમગ્ર દેશની રૂ.૧૫૦૦કરોડથી વધારે ડિપોઝીટ ધરાવતી મોટી શહેરી સહકારી બેંકોની કક્ષામાં લીડર શીપ એવોર્ડ માટેની એક કક્ષા પૈકીની બેસ્ટ સીઈઓની કક્ષામાં તેમનું નામ વિજેતા તરીકે જયુરી કમિટી દ્વારા જાહેર કરી ગોવા ખાતે બેંકીંગ ફ્રન્ટીયર દ્વારા ગોવા રાજયના સહકારી મંત્રીના હસ્તે બેસ્ટ સીઈઓનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ બેંક સાતે તા.૧.૨.૧૯૯૯થી જોડાયેલા છે. તેમની ૧૫ માસની કામગીરીને ધ્યાને લઈ તા.૧.૬.૨૦૦૦થી તેમને બેંકમાં જીએમ અને સીઈઓ તરીકેની પોસ્ટ આપવામા આવી હતી.

રાજ બેંકને છેલ્લા ૧૯ વર્ષમાં વિવિધ કક્ષાનાં ૧૯ એવોર્ડ મળી ચૂકયા છે. જેમાં ૨૦૧૩માં બેસ્ટ યુથ સીઈઓ, ૨૦૧૫ના વર્ષમાં બેસ્ટ સીઈઓ અને ૨૦૧૬ના વર્ષમાં બેસ્ટ ચેરમેનના એવોર્ડનો પણ સમાવેશ થાય છે.

ટીમ રાજ બેંક દ્વારા છેલ્લા ૧૯ વર્ષમાં રૂ.૫૩૫ કરોડનો નફો કર્યો છે તો ૧૨૨ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. ડિપોઝીટમાં રૂ.૨૧૦૦ કરોડ અને ધિરાણમાં રૂ.૧૩૦૦ કરોડનો વધારો કરાયો છે. તેમજ રૂ.૧૪૩ કરોડનો ઈન્કમટેકસ પણ ચૂકવ્યો છે. રાજ બેંક દ્વારા છેલ્લા૧૦ વર્ષમાં પાંચ માંદી સહકારી બેંકો તેમજ એક નાણાંકીય રીતે સધ્ધર બેંકના મર્જર થકી રૂ.૩૩ કરોડની નુકશાની સહન કર્યા બાદ આ મર્જ થયેલીબેંકોમાંથી રૂ. ૬૩ કરોડ જેટલો નફો કરી અને બેંકની ૧૩ શાખાઓમાં વધારો કરી ૯૩ કર્મચારીઓની નોકરીને તેમજ ૮૮૬૫૦ ડિપોઝીટરની ડિપોઝીટને પણ સલામત કરવામાં આવી છે.

રાજ બેંકના સીઈ સત્ય પ્રકાશ બાબુલાલ ખોખરાના જણાવ્યા મુજબ કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહી સફળતા મેળવવા ૧૦૦ ટકા પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા માટે ૧૫૦ ટકા પ્રયાસો કરવા પડે છે. રાજ બેંકની આવી સુંદર સફળતા અને અવિરત પ્રગતિનો સંપૂર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્ર્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ધામી, ફાઉન્ડર વા. ચેરમેન રમણીકભાઈ સેજપાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફળદુ, ગોવિંદભાઈ ખૂંટ, કિરીટભાઈ કામદાર ચંદુભાઈ પાંભર, રસીકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ભાણજીભાઈ પટેલ, ભૂતપૂર્વ ડાયરેકટર શીરીષભાઈ ધ્રુવ, ધીરૂભાઈ ધાબલીયા ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈ ડેડાણીયા, તમામ ડિરેકટર્સોના સતત માર્ગદર્શન તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના પારદર્શક વહીવટ, હકારાત્મક, અભિગમ, પ્રોફેશનલ મેનેજમેન્ટ તથા રાજ બેંકન કર્મચારી પરિવારની ટીમ વર્કના ફાળે જાય છે. તેવું રાજ બેંકના જીએમ તેમજ સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.