રાજકોટની ૫૦ ટકા માધ્યમિક શાળાઓમાં આચાર્ય નથી: શિક્ષણ ખાડે

school | student
school | student

રાજકોટમાં ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા પણ ઘણા ટાઈમથી ખાલી હોવાને પગલે શૈક્ષણિક કામગીરી ખોરવાઈ

રાજકોટ શહેરમાં માધ્યમિક શાળાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ૫૦% શાળાઓમાં આચાર્ય જ નથી. રાજકોટમાં ખુદ જીલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા પણ ઘણા સમયથી ખાલી હોવાને પગલે શૈક્ષણિક કામગીરી ખોરવાઈ હોય તેવું લાગે છે. શિક્ષણને લઈને રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ખાડે ગયું છે. રાજકોટમાં આચાર્ય નિમવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા પણ ખાલી હોય તો આવતીકાલે સંકલન સમિતિ દ્વારા રાજકોટ કલેકટરને પણ આવેદન આપવામાં આવશે.

એક બાજુ સ્વનિર્ભર સ્કૂલો તાબડતોબ ફી માં વધારો કરી રહી છે. વિદ્યાર્થી તેમજ વાલીઓ સાથે પણ ઉઘાડી લુંટ ચલાવતા હોય તેવુ લાગી રહ્યું છે. રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ જો સ્વનિભૃર શાળાઓમાં પ્રવેશ લેવા માટે અરજી કરતા હોય પરંતુ એડમિશન થાય તે નકકી નથી હોતું. આવી બધી પરિસ્થિતિમાં રાજકોટ શહેર અને શિક્ષક વહિવટી સ્ટાફ, જિલ્લા આચાર્ય, સમિતિ દ્વારા ગાંધીનગરમાં જાહેર કરવામાં આવ્યું હતું.

શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના વિવાદોને લીધે માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી તી ની. અવા શિક્ષકોની નિમણૂંક કરે તો હાજર રહેતા ની. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા ઘણા સમયી ૫૦ ટકા જેટલી માધ્યમીક શાળાઓમાં આચાર્ય ની. રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા પણ ઘણા ટાઈમી ખાલી છે. આવી બધી પરિસ્િિતનો અંત લાવવા મંગળવારે રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરીએ અને ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે.