Abtak Media Google News

કોલોની, બોનસ, ગ્રેચ્યુઇટી, ફેકટરીમાં ડોકટરની સુવિધા અને કોરોનાનું વીમા કવચ મળશે

ભારતભરમાં પ્રખ્યાત એવા જાણીતા પમ્પ ઉત્પાદક ફાલ્કન પમ્પસ પ્રા.લી. રાજકોટ એ કોરોનાની મહામારીમાં બેરોજગારોને મદદરુપ થવા માટે અનેરી પહેલ કરી છે. રાજકોટના વાવડી ખાતે આવેલા પંપ યુનિટમાં કાયમી હેલ્પર, ફીટર, વાઇન્ડરની (આશરે 100 લોકો) જગ્યા તાત્કાલીક ધોરણે ભરવાની જાહેરાત કરી છે.

આ જાહેરાતમાં નોંધપાત્ર બાબત એ છે કે, કોરોનાને કારણે કોઇ પરિવારમાં કમાણી કરનાર જવાબદાર વ્યકિતનું અવસાન થયેલ હોય અને તેમના પરિવારને સન્માન અને સ્વાભિમાન સાથે જીવન નિર્વાહ માટે કામની જરુર હોય છે. આવા કોઇપણ પરિવારના 18 વર્ષથીવધુ ઉમરના દિકરાને ફાલ્કન પમ્પસ પ્રા.લી. કંપનીમાં કામ આપી સામાજીક જવાબદારી નિભાવવા પ્રયત્ન કરીશું.

યુવાન ભાઇઓએ ડીગ્રી/ ડિપ્લોમાં (ઇલેકટ્રીકલ/મિકેનીકલ) એન્જીનીયરીંગ
પુરુ કરેલ હોય તેમને માર્કેટીંગ ફિલ્માં કામ કરવા શ્રેષ્ઠ તક

હેલ્પરને પ્રતિદિન રૂ. 380/- જયારે અનુભવ, આવડત ને અભ્યાસ સાથેના કારીગરને પ્રતિદિન રૂ. 400/- થી 550/- સુધીનું રોજ ચુકવવામાં આવે છે. આ ઉપરાંત કંપનીની કેન્ટીનમાં જમવાની, કંપનીની કોલોનીમાં રહેવાની તથા બોનસ, ગ્રેચ્યુઇટી, ફેકટરીમાં ડોકટરની સુવિધા અને કોરોનાનું વીમા કવચ પણ આપવામાં આવે છે.

ફાલ્કન કંપનીના વેલ્ફેર ફંડમાંથી કંપનીમાં કામ કરતા સ્ટાફ- વર્કરનાં પરિવારના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય અને પરિવારના સભ્યો માટે જરુર પડયે મેડીકલ ખર્ચમાં પણ સહયોગ આપવામાં આવે છે.

સુવાન ભાઇઓએ ડીગ્રી-ડિપ્લોમાં (ઇલેકટ્રીક-મીકેનીકલ) અભ્યાસમાં એન્જીનીયરીંગ પુરુ કરેલ હોય તેમને માકેટીંગ ફિલ્મ માટે ટ્રેનીંગ આપીશું, જેઓની મુખ્ય જવાબદારી માટે પણ નોકરી આપવામાં આવશે.  ઇન્ટર્નશીપ (6 મહીના) માટે ફિલ્ડવર્ડ કરવાનું રહેશે. દર મહિને રૂ. 10,000 પગાર ફિકસ આપવામાં આવશે. વિશેષ માહતી માટે કંપની એડમીન અને એચ.આર. વિભાગના મો.નં. નંબર 97277 00566 તથા ઇ.મેઇલ ભફયિયિઽરફહભજ્ઞક્ષાીળાત.શક્ષ પર સંપર્ક કરવો. તથા રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બપોરે 3 કલાકથી પ કલાક સુધીમાં આવવું રહેશે. (બુધવારે બંધ રહેશે.) તેમ એક યાદીમાં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.