રાજકોટ: માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી મીઠી મધુર શકકર ટેટીની પુષ્કળ આવક, જાણો પ્રતિમણના શું ભાવ છે?

0
270

ભાદર ડેમ, ઉકાઈ ડેમ, મીતાણા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ટેટીનું આગમન; દૈનિક અઢીથી ત્રણ હજાર મણની આવક; પ્રતિમણના રૂ.160 થી 260

ઉનાળાનો અસહ્ય આકરો તાપ પડી રહ્યો છે. કાળઝાળ ઉનાળાની સાથે બજારમાં મીઠી મધુર અને ગરમીમાં રાહત આપતી શકકર ટેટીનું પણ આગમન થઈ ચૂકયું છે. ઉનાળાની સમગ્ર ઋતુમાં લોકો રસપ્રચુર તરબૂચ, ટેટી વગેરે ખાઈ ઠંડક અનુભવતા હોય છે. ઉનાળો સાંભળતા જ તરબુચ ટેટી, કેરી વગેરે ફળો યાદ આવતા હોય છે. ત્યારે હાલ તરબૂચ તો છેલ્લા ઘણા દિવસોથી લોકો ખાઈ રહ્યા છે.

તરબૂચની સાથે સાથે લોકો હવે શકકર ટેટીનો પણ આહલાદક સ્વાદ માણી રહ્યા છે.

રાજકોટ માકેટ યાર્ડમાં રસપ્રચુર શકકર ટેટીની ધૂમ આવક થવા લાગી છે. દૈનિક બે થી ત્રણ હજાર મણ શકકરટેટી યાર્ડમાં ઠલવાય રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ભાદર ડેમ, સુરત નજીકના ઉકાઈ ડેમ, મીતાણા, પાસેથી તેમજ સૌરાષ્ટ્રભરમાંથી શકકરટેટી રાજકોટ યાર્ડમાં ઠલવાય રહી છે. પ્રતિમણના રૂ.160 થી 260 સુધીના ભાવો બોલાઈ રહ્યા છે.

આગામી દિવસોમાં ટેટીની આવક વધવાની સાથે ભાવો પણ ઘટશે.
માંગ ઘટતા દુધી, રીંગણા, કોબીના ભાવો તળિયેઅથાણા માટેની રાજાપુરી કેરીનું આગમન

હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિની અસર શાકભાજીમાં પણ પડી છે. લોકોમાં કોરોનાનો ડર એટલો વધી ગયો હોય જેથીશાકભાજી ખરીદવા પણ બહાર નીકળવાનું ટાળે છે.જેથી માંગમા 50% જેવો ઘટાડો થયો છે. શાકભાજીની માંગ ઘટતા દુધી, રીંગણા, કોબી, ગુવાર, ભીંડો સહિતના ભાવો તળિયે ગયા છે.દુધી, રીંગણા, કોબી સહિતના પ્રતિકિલોના ભાવ રૂ.5 થી 10તો ગુવાર ભીંડોના પ્રતિકિલોના ભાવ રૂ.15 થી 20 બોલાઈ રહ્યા છે. મોટાભાગના શાકભાજીની આવક લોકલ છે.

રાજકોટ યાર્ડમાં અથાણા માટેની સ્પેશ્યલ રાજાપુરી કેરીનું પણ આગમન થઈ ચુકયું છે. સુરત, વલસાડ, વાપી વિસ્તારમાંથી આવતી રાજાપુરી કેરીના પ્રતિકિલોના રૂ.30 થી 40 જયારે ભાવનગર, અમદાવાદ બાજુથી આવતા લીંબુના પ્રતિકિલોના ભાવ રૂ. 65 થી 70 જેવા બોલાઈ રહ્યા છે.લીંબુને બાદ કરતા અન્ય શાકભાજી સસ્તુ છે. નાસિક-બેંગ્લોરથી આવતાટમેટાના રૂ.20 થી 25 બોલાઈ રહ્યા છે.ટમેટાની દૈનિક 5 થી6 ગાડી એટલે 50 થી60 ટન ટમેટા ઠલવાઈ રહ્યા છે. આગામી દિવસોમા આવક ઘટવાની સાથે ભાવ વધવાની શકયતા છે. વેપારીના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ હાલની સીઝને આ વર્ષે શાકભાજી થોડુ સસ્તુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here