Abtak Media Google News

રાજકોટ શહેરમાં છેલ્લા 37 વર્ષથી સક્રિય કાર્ય કરતી એઇડસ પ્રિવેન્સ કલબ દ્વારા આજે વિશ્વ એઇડસ દિવસના પૂર્વ સૂર્યોદર્ય વિરાણી સ્કુલ ખાતે ધો. 9 થી 1ર ના છાત્રોએ વિશાળ રેડ રિબન બનાવી હતી. આ આયોજનમાં શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, સંસ્થાના ચેરમેન અરૂણ દવે, શિક્ષકો રાજુભાઇ બામટા, સી.બી. માલાણી, ચિરાગ ધામેચા સહિતનાએ જહેમત ઉઠાવીને જનજાગૃતિ પ્રસરાવી હતી.

કાલે સવારે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે માનવ સાંકળ અને સેમિનાર યોજાશે: બપોરે પંચશીલ સ્કુલ ખાતે કેન્ડલ લાઇટ રેડ રિબન બનાવાશે: શનિવારે જી.ટી. શેઠ સ્કુલ ખાતે ખાત્રો રેડ રિબન બનાવાશે

કાલે શહેર-જીલ્લાની એક હજારથી વધુ શાળાઓમાં સવારે ધો. 9 થી 1ર ના છાત્રો રેડ રિબન બનાવાશે જેમાં શિક્ષણ વિભાગનો સહયોગ

સંસ્થા દ્વારા 31મી માર્ચ 2024 સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે: સમાજમાં દરેક વર્ષને જોડાવા અનુરોધ

કાલે વિશ્વ એઇડસ દિવસે શહેર જીલ્લાની તમામ શાળામાં ધો. 9 થી 1ર ના છાત્રો રેડ રિબન બનાવશે. જેમાં શિક્ષણ તંત્રનો સહયોગ મળ્યો છે. લોકવિજ્ઞાન કેન્દ- રેસકોર્ષ ખાતે સવારે 9.30 વાગે સેમીનાર અને માનવ સાંકળનું આયોજન કરેલ છે, બપોરે 4 વાગે પંચશીલ સ્કુલ ખાતે રેડ રિબન નિર્માણ કરાશે. તા.ર ને શનિવારે કે.કે.વી. ચોક પાસેની જી.ટી. શેઠ સ્કુલમાં રેડ રિબન બનાવશે.

આ વર્ષનું લડત સૂત્ર ‘સમુદાયોને નેતૃત્વ કરવા દો’ સંદર્ભે સમાજના દરેક સમુદાયોને સાંકળીને 31 માર્ચ 2024 સુધી વિવિધ આયોજન યોજવામાં આવશે. અને આવતીકાલે રાજકોટના તમામ લોકો રેડરિબન પહેરીને રાજકોટને રેડ રિબન નગર બનાવવા ચેરમેન અરૂણ દવેએ અનુરોધ કર્યો છે.

સમગ્ર આયોજનમાં સેક્રેટરી વિશાલ કમાણી, રાહુલભાઇએ આયોજન સંભાળેલ હતું. શાળા, કોલેજ અને વિવિધ સંસ્થામાં કાર્યક્રમ યોજવા હેલ્પ લાઇન 98250 78000 ઉપર સંપર્ક સાધવો, દર વર્ષે સંસ્થા વિવિધ આયોજન થકી દશ લાખથી વધુ લોકોમાં જનજાગૃતિ લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.