Abtak Media Google News

યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીની ધરપકડ

શહેરમાં યુનિવર્સિટી રીડ પર નિલકંઠ નગરમાં આધેડ પર શખસે છરી વડે જીવલેણ હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા પોલીસે હત્યાની કોશીષ સહીતનો ગુનો નોંધી આરોપીને સકંજામા લઈ પુછતાછ કરતા ઇસ્ત્રીના પૈસાની ઉઘરાણીના મામલે ડખ્ખો થતા હુમલો કર્યાનું રટણ કરતા આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર જનપુરી ક્વાર્ટરમાં ભાડે રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા શૈલેષભાઈ ઉમેદરાષભાઈ ખીલોસીયા યુનિવર્સિટી રોડ પર નિલકંઠ નગરમાં ધોબી કામ કરતા પ્રવિણભાઈની દુકાને ગયા હતા ત્યારે તેને ઝગડો કરી છરી વડે જીવલેણ હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા પીએસઆઈ બી.આર.ભરવાડ સહીતના સ્ટાફે તપાસ કરતા શૈલેષભાઈ દુકાને જતા ઈસ્ત્રીના કપડાના પૈસાની ઉધરાણી કરતા તેને પૈસા આપી દિધાનુ જણાવતા બન્ને વચ્ચે ઝગડો થયો હોવાનુ બહાર આવતા પોલીસે રાલેષમાઈની પતિ લતાબેનની ફરીયાદ પરથી હત્યાની કોશીષ સહીતનો ગુનો નોંધી આરોપી પ્રવિણ ભીખાભાઈ ગોહેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.