Abtak Media Google News

કોરોના ગાઈડ લાઈન મુજબ રાજ્યમાં નાઈટ કરફયુ અને મીની લોકડાઉનના પગલે સમગ્ર ગુજરાતમાં આર્થિક મંદીના દૌરમાં હવે અલગ અલગ વ્યવસાયકારોને પોતાના ધંધા-ઉદ્યોગ ચાલુ કરવાની ખાસ જરૂર છે. જિલ્લા કલેકટર મારફત વિવિધ વર્ગના વેપારી દ્વારા દુકાનો ખોલવાની મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી છે. રાજકોટ મચ્છ કડીયા સઈ સુતાર જ્ઞાતિએ આવેદન પત્ર પાઠવી જણાવાયું છે કે, પ્રતિબંધના પગલે રાજ્યભરના દર્દી સમાજના પરિવારોની દુકાનો બંધ હોવાના કારણે રોજગારીના કારણે આર્થિક સંકટ હોય સહાયની સાથે સાથે સિલાઈ કામની દુકાનો ખુલ્લી રાખવા સરકાર સમક્ષ આગેવાન વિનોદભાઈ મકવાણા દ્વારા માગણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર બુક સેલર એન્ડ સ્ટેશનર્સ એસો. દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે, હોસ્પિટલ, લેબોરેટરી, બેન્કીંગ મટીરીયલ્સ, મેન્યુફેકચરીંગ, ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ, ફાયનાન્સ કંપનીઓ અને મહામારીના સમયમાં દર્દીઓને આધારકાર્ડ, બેંક પાસબુક જેવી વસ્તુઓની જરૂરીયાત હોય સ્ટેશનરી બંધ રાખવાથી ધંધાર્થીઓની રોજગારી અને જરૂરીયાતવાળાને મોટી મુશ્કેલી થતી હોય હવે સ્ટેશનરીની દુકાનો 9 થી 2 ખુલ્લી રાખવા રજૂઆત કરી છે.

શ્રી સૌરકર્મ ધંધાદાર સમીતીના એ.કે.સોલંકીએ રજૂઆત કરી છે કે, બંધના કારણે વાણંદની 4000 દુકાનો અને 16000 પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગાઈડ લાઈન મુજબ ધંધા શરૂ કરવાની માંગ કરી છે. કોરોના ગાઈડ લાઈન મુજબ દુકાનો બંધ રાખવાના પ્રતિબંધને હળવો કરવાની માંગ સર્વ ધંધાર્થીઓમાંથી ઉઠવા પામી છે.

અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ દુકાનો ખોલી ગાઈડ લાઈનનું પાલન કરીશું:
એસ.કે.સોલંકી

20210513 113127

‘અબતક’  મીડિયા સાથે વાત કરતા વાણંદ સમાજના આગેવાન જણાવે છે કે, હાલ કોરોનાને લીધે થયેલા લોકડાઉનમાં વાણંદ સમાજ ઉપર આર્થિક અને માનસીક દબાણ વધ્યું છે. તેમજ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેથી અઠવાડિયામાં ખાલી ત્રણ દિવસની પરવાનગી (રવિાર, બુધવાર, શુક્રવાર) ખોલવાની મળે તો સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરીશું.

અમારો વ્યવસાય શરૂ થશે તો ચોક્કસ તમામ ગાઈડ લાઈનનું પાલન કરીશું:
વિનોદભાઈ મકવાણા

20210513 113031

‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં દરજી સમાજના આગેવાન વિનોદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ધંધા ઠપ્પ થઈ ગયા હોવાથી અમારા સમાજના લોકોને ખુબ ખોટ આવી છે. જેથી અમારા દ્વારા વ્યવસાય શરૂ થાય તે માટે સિવણ કામ શરૂ થાય તે અંગેની માગણી કરીએ છીએ. ઉપરાંત સરકારની તમામ કોરોના અંગેની ગાઈડ લાઈનનું પાલન કરીશું. ત્વરીત ધોરણે અમારી માંગ સંતોષાય જેથી દરજીનો વ્યવસાય ફરી શરૂ થાય જેથી પરિવારનું નિર્વાહ ચાલે.

હોસ્પિટલ, બેન્કોના કામમાં સ્ટેશનરીની જરૂરીયાત: સ્ટેશનરી એસો.

20210513 113926

‘અબતક’ મીડિયા સાથે વાત કરતા સૌરાષ્ટ્ર સ્ટેશનરી વિભાગ એસો.ના પ્રમુખ અતુલ દક્ષીણી જણાવે છે કે, હોસ્પિટલો, લેબોરેટરીઓ, બેન્કો તથા ઘણા બીજા નાના મોટા ધંધામાં સ્ટેશનરીની જરૂરીયાત પડતી હોય છે. તેથી અઠવાડિયામાં સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી સ્ટેશનરીઓની દુકાનો ખોલવા માટેની નમ્ર વિનંતી કરીએ છીએ, તેમજ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને દુકાનો ખોલવા માટે રજૂઆત કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.