રાજકોટ: સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નગ્રંથીએ જોડાયેલા દંપતી વચ્ચે ડખો

‘ઈન્ટરનેટ કા પ્યાર ચલે તો ચાંદ તક નહીં તો શામ તક’

છૂટાછેડા લઈ પતિએ પત્નીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની દીધી ધમકી

રાજકોટમાં રહેતી યુવતીને સોશિયલ મીડીયાના મારફતથી બામણબોરનાં યુવાન સાથે પ્રેમ થયો હતો. અને જેથી બંને લગ્નગ્રંથીએ જોડાયા હતા. અને સાથે રહેતા નહતા બાદ શંકા-કુશંકા હોવાથી બંનેએ છૂટાછેઠડા લઈ લીધા હતા. જે વાત પતિને ના પસંદ થતા તેને પત્નિના બિભત્સ ફોટા ઈન્સ્ટ્રાગ્રામ વાઈરલ કરવાની ધમકી આપતા તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની યુવતી આઠ માસ પૂર્વે બામણબોરનાં અને ડેરી ધરાવતો હસમુખ ઉર્ફે હરદીપ ધુધાભાઈ સારદીયા ઉ.29 ને ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી મિત્ર બની હતી બાદ મિત્રતા પ્રેમમાં બદલાતા બંનેને લગ્ન ગ્રંથીએ જોડાયા હતા પરંતુ બમંને સાથે રહેતા ન હતા.

જેથી બંને વચ્ચે શંકા વધી જતા તેમણે છૂટાછેડા લઈ લીધા હતા પરંતુ બાદ હરસુખે યુવતીને તેના ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પર ગાળો ભાંડી હતી અને સગઈ ન થવા દેવાની ધમકી આપી હતી અને જો સગાઈ કરે તો તેના બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી જેથી હેરાન પરેશાન થયેલ યુવતીએ સાઈબર ક્રાઈમમાં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સાઈબર ક્રાઈમ પોલીસે યુવકની અટકાયત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.