Abtak Media Google News
  • કોર્પોરેશન દ્વારા રૈયાધાર ડબલ્યુટીપીથી બજરંગ વાડી સુધી ડીઆર પાઇપલાઇન પાથરવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે ગેસ લાઈનમાં ભંગાણ સર્જ્યુ

રાજકોટ  શહેરના રૈયાધાર વિસ્તારમાં આજે સવારે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરે ગેસની પાઇપલાઇનમાં ભંગાર સરજી દેતા આ વિસ્તારમાં અનેક ઘરોમાં સવારથી લઈ બપોર સુધી ચૂલા સળગ્યા ન હતા.તાકીદે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં અને લોકો સવારના નાસ્તા અને બપોરના ભોજનથી વંચિત રહ્યા હતા.

Advertisement

આ અંગે વાત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના વોર્ડ નંબર 2 માં બજરંગ વાડી વિસ્તાર સુધી 508 એમએમની ડીઆર પાઇપલાઇન બીછાવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન આજે સવારે રૈયાધાર વિસ્તારમાં દેવરાજ વોટર સપ્લાયર પાસે કોન્ટ્રાક્ટર ખોદકામ દરમિયાન જીએસપીસીની ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જી દેતા થોડીવાર માટે મારે અફરાતફરી મચી જવા પામી હતી.સવારના સમય પાઇપલાઇનમાં ભંગાર સર્જવાના કારણે અનેક ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાય જવા પામ્યો હતો. જેના કારણે સવારની ચા અને બપોરની રસોઈ બની શકે ન હતી.રીપેરીંગની કામગીરી કલાકો સુધી ચાલી હોવાના કારણે અંદાજે વધુ ઘરોમાં ગેસ પુરવઠો બંધ રહ્યો હતો. જો કે કોઈ  અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. કોર્પોરેશન જીએસપીસી અધિકારીઓને જાણ કરતા તેઓ રીપેરીંગ માટે પહોંચી ગયા હતા બપોર સુધીમાં રીપેરીંગ કામગીરી આ ટોપીક લેવામાં આવી હતી.

ખોદકામ દરમિયાન સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે સામાન્ય લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રૈયાધારથી છેક બજરંગ વાડી સુધી પાઇપલાઇન બિછવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જીએસપીસી સહિતના એક પણ સરકારી વિભાગ સાથે સંકલન રાખવામાં આવ્યું ન હોવાને કારણે આવી ઘટના બને છે.ખોદકામ દરમિયાન જો બંને વિભાગ વચ્ચે સંકલન હોય તો ખ્યાલ આવી જાય કે જ્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યાંથી ગેસની લાઈન પણ પસાર થાય છે.પાણીની લડાઈ તૂટે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતી રહેતી નથી પરંતુ જ્યારે ગેસની લાઈન તૂટે ત્યારે મોટી દુર્ઘટનાની પણ દહેશત રહેલી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.