Abtak Media Google News

55000 ફુડ પેકેટ  વિતરણ કરાયા

રાજકોટના બિલ્ડર્સ મિત્રોની અગ્નિમ હરોળની સંસ્થા રાજકોટ બિલ્ડર્સ એસો દ્વારા ગુજરાતમાં આવેલ સૌથી મોટું અને જાન માલને નુકશાન પહોચાડી શકે એવું વાયુ  નામક વાવાઝોડું દરીયાય અને તેની આસપાસના વિસ્તારમાં ત્રાટકે એવી સંભાવના વચ્ચે સરકાર દ્વારા હજારો લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે અને જે લોકોને હાલમાં જમવા રહેવાની મુશ્કેલી પડી રહી છે. તેવા લોકો માટે રાજકોટ બીલ્ડર્સ એસો. પણ સેવાકીય પ્રવૃતિમાં સક્રિયતાથી જોડાઇને બિલ્ડર્સ મિત્રોના આર્થિક સહકારથી વાવાઝોડા અસરકર્તાઓ માટે અંદાજે પપ000 જેટલા ફુડ પેકેટો તાત્કાલીકના ધોરણે તૈયાર કરવામાં આવેલ છે.

Advertisement

જેથી કરીને જરુરીયાતમંદ લોકો સુધી ઝડપથી પહોંચે. આ પપ000 જેટલા ફુડ પેકેટમાં રપ000 ફુડ પેકેટ રાજકોટ મ્યુનિ. કોર્પો. રપ000 ફુડ પેકેટ કલેકટર અને પ000 જેટલા ફુડ પેકેટ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોચાડવામાં આવેલ છે જેથી તે યોગ્ય જગ્યાએ વાવાઝોડા પીડીત લોકો સુધી પહોચે. આ ફુડ પેકેટ તૈયાર કરવા રાજકોટ બિલ્ડર્સ એસો. પરિવાર દ્વારા જહેમત ઉઠાવરામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.