Abtak Media Google News

વિવિધ વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં એનએસએસની ટીમની મદદ લેવાશે

સૌરાષ્ટ્ર તરફ વેગવંતી ગતિએ આગળ વધી રહેલા વાયુ નામના વાવાઝોડાના સંકટ સમયે મદદરૂપ થવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરના દરિયાકાંઠાના વિસ્તારમાં 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે તમામ 3 લાખ લોકોની

Advertisement

જઠરાગ્ની ઠારવા સૌ.યુનિ. દ્વારા આજરોજ 1 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ વિવિધ વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં એનએસએસની ટીમની મદદ લેવાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રભરમાં વાયુ વાવાઝોડાની અસરને લઈને 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળાંતર કરાયેલા લોકોને પેટની અગ્ની ઠારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ 1 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ ફૂડ પેકેટ બાલાજી વેફર્સ કંપનીમાંથી મંગાવવામાં આવ્યા છે અને આ માટે રૂા.7 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આજે રાજકોટ જિલ્લા કલેકટરને તમામ ફૂડ પેકેટ સોંપી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વધુ એક કામગીરી હાથ ધરાઈ છે જેમાં વાયુ વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જરૂર જણાય ત્યાં એનએસએસની ટીમની મદદ લેવામાં આવશે અને અમુક વિસ્તારોમાં એનએસએસની ટીમ ખડેપગે રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.