Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા સભાસદ-પરિવારજનોને શ્રી પંચના નિદાન કેન્દ્રમાં તબીબી તપાસમાં ર્આકિ સહયોગ…

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ફક્ત બેન્કિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્યો કરે છે. બેન્ક દ્વારા સભાસદ કલ્યાણકારી અનેકવિધ પ્રવૃતિઓ કાર્યરત છે અને તેમાં ઉત્તરોત્તર વધારો તો જાય છે. આ અંતર્ગત બેન્કના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ દ્વારા પંચના મહાદેવની તસવીરને દીપ પ્રાગટ્ય કરીને પંચના નિદાન કેન્દ્રમાં  તબીબી તપાસમાં બેન્કના સહયોગ સુવિધાનો મંગલ પ્રારંભ કરાયો છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા પંચના નિદાન કેન્દ્રમાં સભાસદ-પરિવારજને એપ્રિલ થી માર્ચનાં નાણાંકીય વર્ષ દરમ્યાન તબીબી તપાસનાં બિલનાં ૫૦ ટકા, મહત્તમ ‚રૂ ૧,૦૦૦/-, બે માંથી જે ઓછું હોય તે મુજબ ર્આકિ સહાય મળે છે. આ માટે લાભ મેળવવા માટે કેસ બારી ઉપર બેન્કનું સ્માર્ટ કાર્ડ અને જે તપાસ કરાવવા માટે ડોકટરે ચીઠ્ઠી આપી છે તેની ઝેરોક્ષ કોપી આપવી. ઓરીજીનલ સ્માર્ટકાર્ડ અને ઓળખ માટે ફોટો આઇ.ડી. પ્રુફ ઓરીજીનલ સો રાખવું જ‚રી છે.

આ પ્રસંગે જીવણભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, દિપકભાઇ મકવાણા, કિર્તીદાબેન જાદવ, લલિતભાઇ વડેરીયા, વિનોદ શર્મા, મનીશભાઇ શેઠ, કિશોરભાઇ મુંગલપરા, હરીશભાઇ શાહ, નિલેશભાઇ શાહ, ઉમેદભાઇ જાની, મનસુખભાઇ ગજેરા, કિરીટભાઇ કાનાબાર, ગુણવંતભાઇ ભટ્ટ, ઇમ્તીયાઝભાઇ ખોખર, સાગરભાઇ શાહ, ભાવેશભાઇ રાજદેવ ઉપરાંત દેવાંગભાઇ માંકડ, નીતિનભાઇ મણીઆર, ડો. નીતાબેન પટેલ અને પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા શ્રી પંચના નિદાન કેન્દ્રની જેમ જ કોઠારી નિદાન કેન્દ્રમાં પણ તબીબી તપાસમાં ર્આકિ સહાય આપવામાં આવે છે પરંતુ ખાસ યાદ રહે કે નાણાંકીય વર્ષ દરમ્યાન બંનેમાંથી કોઇ એકમાં કે સંયુક્ત રીતે, પરિવારદીઠ મહત્તમ ‚રૂ.૧,૦૦૦ની ર્આકિ સહાય મળી શકે છે.

આ ઉપરાંત કેન્સર હોસ્પીટલ-રાજકોટ, બી. ટી. સવાણી કિડની હોસ્પીટલ, એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ, સીનર્જી હોસ્પીટલ, સીમ્સ હોસ્પીટલ-અમદાવાદ ખાતે તબીબી સારવારમાં બેન્ક દ્વારા ર્આથિક સહાય આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.