Abtak Media Google News

રાજકોટ  શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા આજે શહેર ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે કિશન ટીલવાની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે મિલન લીંબાસીયા અને સહદેવ ડોડીયાની નિયુક્તી કરવામાં આવી છે. મોરચામાં ચાર પ્રમુખ, પાંચ મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીની નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

મહામંત્રી તરીકે મિલન લીંબાસીયા અને સહદેવ ડોડીયાની નિમણુંક: નવનિયુક્ત હોદ્ેદારો પર અભિનંદન વર્ષા

અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા બે માસ પૂર્વે જ એક સાથે તમામ મોરચાના હોદ્ેદારોના નામની જાહેરાત કરી દીધી હતી પરંતુ પ્રદેશમાંથી છેલ્લી ઘડીએ આદેશ છૂટતાં મોરચાની નિયુક્તી સ્થગીત કરી દેવામાં આવી હતી. યુવા મોરચાના પ્રમુખ તરીકે ત્યારે સહદેવ ડોડીયાની નિયુક્તી કરવામાં આવી હતી. જેને લઇને થોડો વિવાદ ઉભો થતા નિયુક્તી છેલ્લી ઘડીએ સ્થગીત કરી દેવામાં આવી હતી. દરમિયાન યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવાને રિપીટ કરવામાં આવ્યા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ તેમજ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી નિલેશભાઈ ચુડાસમા સહિતના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેર ભાજપ યુવા મોરચાની ટીમ જાહેર કરાય છે. જેમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા મહામંત્રી તરીકે મીલન લીંબાશીયા તેમજ સહદેવ ડોડીયાની વરણી કરવામાં આવી છે. આ સાથે શહેર ભાજપ યુવા મોરચામાં 4 ઉપપ્રમુખ, 5 મંત્રી,1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રીની પણ વરણી કરવામાં આવી છે.

શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જયકિશનસિંહ ઝાલા, રવિ ચાંગેલા, દેવ ગજેરા, કિશન પટેલ તેમજ મંત્રી તરીકે જય બોરીચા, દર્શન પંડયા, હાર્દિક કુંગશીયા, સુનીલ ગોહેલ, કુલદીપસિંહ જાડેજા, કોષાધ્યક્ષ તરીકે ધ્રુવ કાકડીયા કાર્યાલય મંત્રી કાનાભાઈ સરવૈયાને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ વરણીના શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ડો.ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નયનાબેન પેઢડીયા, કમલેશ મીરાણી, અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.