Abtak Media Google News

જન્માષ્ટમી બાલભવન મેળાનો શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના હસ્તે ધમાકેદાર પ્રારંભ

રાજકોટ: શ્રાવણ સુદ – આઠમ એટલે સમગ્ર વિશ્વને અસુરો અને અધર્મીઓના પંજામાંથી મુકત કરી ધર્મનું પુન:સ્થાપન કરનારા પૂર્ણ પુરૂષોત ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો દિવસ એટલે જન્માષ્ટમીનુ પર્વ . ગુજરાતમાં તહેવાર આવે એટલે મેળાની રમઝટ ભારે લાગી પડે છે . ગુજરાતીઓ એ જ તો ખાસીયત છે કે જન્માષ્ટમી આવે અને મેળા સાથે ઉજવણી કરવામાં ન આવે તો તહેવારની મજા ન આવે . રાજકોટ જ નહીં સમ: સૌરાષ્ટ્રવાસીઓ વેકેશનનો આનંદ માણવા બાળકોને લઇ બહારગામ નીકળી પડતા હોય છે ત્યારે આ વર્ષે બાલભવન ખાતે જન્માષ્ટમી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે . શનિવારથી પ્રારંભ થઇ ચૂકેલા મેળાનો લાભ રાજકોટના જ નહિ પરંતુ ગુજરાતભરના લોકો 24 સપ્ટેમ્બર સુધી માણી શકશે .

આ મેળાનું ઉદઘાટન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી , મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી , દંડક સુરેન્દ્રસિંહ વાળ શહેર ભાજપ મહામંત્રી માધવભાઇ દવે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન વિક્રમભાઇ પુજારા , કોર્પોરેટર જયેશભાઇ રાદળીયા , વિનુભાઇ ધવ સંજયભાઇ પરમાર , કિરીટભાઇ વ્યાસ , યશપાલસિંહ જાડેજા , ધૈર્ય પારેખ , રવિરાજસિંહ જાડેજા , દિવ્યરાજસિંહ ચુડાસમા અને દિવ્યરાજસિંહ જાડેજ સહિતનાઓના હસ્તે કરવામાં આવ્યું હતું . બાલભવન જન્માષ્ટમી મેળો પ્રથમ એક અઠવાડિયું આખો દિવસ અને ત્યારબાદ બપોરે 4 થી 11 વાગ્ય સુધી લોકો માટે ખુલ્લો રહેશે.

બાલભવન જન્માષ્ટમી મેળો એટલે અલગ તરી આવશે કેમકે બાળકો માટે ખાસ પ્રથમવાર એટીવી બાઇક રાઇડ તેમજ કાર આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે . સાથે મેળામાં લોકોની સુરક્ષાને લઇ સીસીટીવી કેમેરા મુકવામાં પણ આવ્યા છે . મેળાની વિશેષતાની વાત કરીએ તો બધા જ પ્રકારના સેંગમેન્ટના સ્ટોલને આવરી લેવાયા છે. ખાસ તો બાળકો માટે અવનવી રાઇડસ અને ફુડ સ્ટોલ તો ખરા જ . આ ઉતરાંત બ્રેક ડાન્સ , નાવડી , ઝાયન્ટ વ્હીલ , તેમજ મોટી બીજી અનેક રાઇડસ , બાળકો માટે જમ્પીંગ અને ઘણું બધુ છે …

આ સિવાય 200 થી વધુ સ્ટોલ જેમાં મહિલાઓ માટે ખાસ કુર્તી , રાજસ્થાની મોજડી , તેમજ એફ.એમ.સી.જી. , ગીફટ આર્ટીકલ , પરગણું ની વસ્તુઓ , હેલ્થ ફીટનેસ તેમજ ફુડ સ્ટોલ , આઇસ્ક્રીમ , અવનવી વેરાયટી સાથે ખાણીપીણી અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે . રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી મેળાને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા , યશપાલસિંહ જાડેજા , સાગર ઠકકર અને બાલભવ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે . તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.