Abtak Media Google News

કોરોનામુક્ત દર્દીઓએ વર્ણવ્યો પોતાનો પ્રતિભાવ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને બચાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ઉમદા વ્યવસાયિક મૂલ્યો થકી સેવાની આહુતી આપી રહ્યા છે આરોગ્યના કર્મયોગીઓ. પોતાની અને પોતાના પરીવારની પરવા કર્યા વગર છેલ્લા સવા વર્ષથી કોરોના સામે લડી રહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સ બહેનો સતત સેવારત છે.રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર લઈને સ્વસ્થ થઇ રહેલા દર્દીઓ હોસ્પિટલ તંત્રનો આભાર માની સ્વગૃહે પરત ફરી રહ્યા છે.

રાજકોટના 76 વર્ષના નાગદાનભાઈ ડાંગરને સિવિલમાંથી રજા આપવામાં આવતા તેમણે પ્રતિભાવ આપ્યો હતો કે મને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે જરા પણ ચાલવા જતાં જ શ્ર્વાસ ચડી જતો હતો. બેઠા-બેઠા ચાલવું પડે તેવી સ્થિતિ હતી. સિવિલ હોસ્પિટલમાં સમયસરની સારવારને લીધે તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તમામ પ્રકારની સગવડતા સિવિલમાં છે અને જરા પણ મુશ્કેલી પડી નથી તેમ જણાવ્યું હતું.બીજા એક સ્વસ્થ થયેલા દર્દી ભગવાનભાઈ રાયધનભાઈ ડાંગરે  જણાવ્યું હતું કે પાંચ દિવસ પહેલાં અત્યંત વિપરીત સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓક્સિજનનું લેવલ પણ માંડ માંડ જળવાતુ હતું અને સાથે ડાયેરિયા તેમજ અશક્તિને લીધે શરીર નંખાઈ ગયું હતું. પાંચ દિવસની સઘન સારવારના અંતે રજા આપવામાં આવતા તેમણે હોસ્પિટલ તંત્રનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.