Abtak Media Google News

રાજકોટ કલેકટર દ્વારા હવે ઇશ્વરીયા પાર્ક ઉપર ફોક્સ કરવામાં આવ્યું છે. કલેકટરે ત્યાંની રૂબરૂ મુલાકાત લઈ અડધો ડઝનથી વધુ અધિકારીઓ સાથે બેઠક યોજી પાર્કને ડેવલપ કરવા માટે 15 દિવસમાં રોડમેપ તૈયાર કરવા આદેશો પણ આપ્યા છે.

ઈશ્વરીયા પાર્ક ખાતે કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં પાર્કના વિકાસ અંગેની મિટિંગ યોજાઈ હતી. પાર્કમાં ક્લબ હાઉસ પાસેની લોનમાં કલેક્ટરએ વિવિધ સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે મીટીંગ યોજી હતી.

77 એકરમાં પથરાયેલ મીની હિલ સ્ટેશનમાં સોલાર પેનલ તથા ઇ રીક્ષા મુકવાનો નિર્ણય, પાર્કમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની પણ સૂચના

કલેકટર પ્રભવ જોશીએ ઇશ્વરીયા પાર્કની મુલાકાત લીધી, અડધો ડઝનથી વધુ અધિકારીઓ સાથે કરી બેઠક

ઈશ્વરિયા પાર્ક જે 77 એકરમાં પથરાયેલ મીની હિલ સ્ટેશન છે. ત્યા સોલાર પેનલ લગાવી વિજબીલની કોસ્ટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્કમાં ઇ રીક્ષા અને રાષ્ટ્ધ્વજ મુકવાનો પણ નિર્ણય લેવાયો છે. કલેક્ટરએ પાર્ક ખાતે ઉપલબ્ધ ઇનફ્રાસ્ટ્રકચર, સ્ટાફ તેમજ પાર્કની જાળવણી, નવા જરૂરી બાંધકામો, પ્રોજેક્ટ્સ વગેરે અંગેની માહિતી મેળવી હતી. કલેક્ટરએ બાળકો માટેના હીંચકા, મુલાકાતીઓ માટે શૌચાલય, સાઈન બોર્ડ, લાઈટિંગ વગેરે સુવિધાઓમાં જરૂરી સમારકામ તાત્કાલિક ધોરણે કરવા માટે સૂચના આપી હતી તેમજ વૃક્ષોને ખાતર અને પાણી આપવાની, નવા વૃક્ષો વાવવાની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત, પાર્કના રી-ડેવલપમેન્ટ અર્થે પ્રપોઝલ તૈયાર કરીને પ્રક્રિયા શરૂ કરવા માટે તાકીદ કરી હતી.

આ મિટિંગમાં પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, ડી.એફ.ઓ. તુષાર પટેલ, મામલતદાર જૈનમ કાકડિયા તેમજ માર્ગ અને મકાન, પાણી પુરવઠા વિભાગ તેમજ કાર્યરત એજન્સીના અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવસભર ગોલ્ફ રમી શકાય તે માટે તેનું મેદાન પાર્કથી અલગ કરવા વિચારણા

સૌરાષ્ટ્રનું એકમાત્ર ગોલ્ફનુ મેદાન ઇશ્વરીયા પાર્કમાં છે. જ્યાં સવારના સમયે ગોલ્ફ રમવા ખેલાડીઓ આવે છે. આખો દિવસ પબ્લિક આવે છે. ગોલ્ફનો દડો વાગે નહિ એટલા માટે ગોલ્ફની રમત સવાર બાદ રમાતી નથી. એટલે ગોલ્ફનું મેદાન ઇશ્વરીયા પાર્કથી અલગ કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.