Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા ની સાથે સાથે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ મક્કમ દિશામાં આગે કૂચ કરી રહ્યું છે, ત્યારે દરેક ક્ષેત્રની જેમ બાલ કેળવણી અને ખાસ કરીને શિક્ષણ અને સંસ્કાર ના ઉન્નત શિખરો માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી રહી છે.

પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો પોતાનું મૂળ સાંસ્કૃતિક અસ્તિત્વ ભૂલી ચૂક્યા છે.

ભારતમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ બાળઅને યુવા પેઢીના સંસ્કારો કલુષિત  કરવા માટે નિમિત બની રહી છે… ત્યારે સંસ્કૃતિ અને સંસ્કારો ને બચાવવા માટે ધર્મ જ સુરક્ષા કવચ બની રહે ના સત્યવચન અપનાવીને દેશમાં ધોરણ સાત થી બાર ના સામાજિકવિજ્ઞાનના પુસ્તકોમાં “રામાયણ અને મહાભારત “ને સમાવવા માટે ’એનસીઈઆરટી’ એ શિક્ષણ વિભાગને ભલામણ કરીને દેશના ભાવિ શિક્ષણ સંસ્કારને એક નવી દિશા આપી છે .

રામાયણ અને મહાભારત માત્ર ધર્મગ્રંથ જ નહીં પરંતુ જીવનમાં આવનારી સમસ્યા, પડકારો અને સત્યઅસત્ય પારખવાની કોઠાસૂઝ અંતર ચક્ષુ ખોલવાના સંસ્કાર ગ્રંથ છે રામાયણમાં મર્યાદાપુરુષોત્તમ યુગ પુરુષ રામ” ના ચરિત્ર ના પાઠથી વિદ્યાર્થી કાળથી જ સંસ્કાર અને સંયમ ના બીઝ રોપાઈ શકે.   મહાભારતમાં સત્યઅસત્ય વચ્ચેની ભેદરેખા માં “શ્રીકૃષ્ણના” ચરિત્ર નીસમજણ મળી રહે છે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જ રામાયણ મહાભારતના પાઠ શીખવીને બાળ ઘડતરમાં જ ધર્મ સંસ્કાર રુપી ગણતર આપવાનો આ વિચાર ખરેખર યુગ પરિવર્તન નિમિત બંને તેમાં કોઈ શક નથી..   અત્યારે ભૌતિક સુખ સુવિધા અને સ્વાર્થ વાદને વ્યવહારુ ગણવાના વૈશ્વિક અભિગમ વચ્ચે સત્ય ધર્મ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ ના જતનની આવશ્યકતા છે તેવા સમયમાં ધોરણ સાત થી બાર ના અભ્યાસક્રમમાં રામાયણ મહાભારતના પાઠ સામેલ કરવા ની ભલામણનો અમલ થઈ જાય તો બાળકોને અભ્યાસમાં જ ભારતની સંસ્કૃતિના પાઠ ભણાવીને સશક્ત રાષ્ટ્ર નિર્માણ કરી  કરી શકાશે  .

રામાયણ મહાભારત ના પાઠ વિદ્યાર્થીઓ અને ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બની રહેશે  તે નીશક બની રહેશે એનસીઈઆરટી ની ભલામણનો જલ્દીથી સ્વીકાર થાય તે જરૂરી છે, કારણ કે રામાયણ મહાભારત પઠનથી માત્ર ધર્મભાવ જ નહીં પરંતુ સાંસ્કૃતિક પરંપરા અને વિદ્યાર્થીઓમાં સાચા ખોટા પારખવની કોઠાશક્તિ ખીલશે જે માનવસમાજ ધર્મ ,જ્ઞાતિ ,સમાજના વાડાથી પર રહીને વિચારવાની શક્તિ લાવશે જેનાથી સર્વત્ર કલ્યાણ દ્રષ્ટી વધુ ઉજળી બનશે અને વિદ્યાર્થી પૂર્ણ અર્થમાં માનવ બનવા સમર્થ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.