Abtak Media Google News

ભારતને આર્થિક મહા સત્તા બનાવવા માટે શરૂ થયેલા અસરકારક પ્રયત્નો માં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે પણ સરકારે કમર કસી છે 1600 કિલોમીટર લાંબા સાગરકાંઠાની કુદરતી સંપત્તિ ધરાવતા ગુજરાતમાં એક્વા પાર્ક નું નિર્માણ કરવાના કેન્દ્રના પ્રયત્નો સાથે ગ્લોબલ ફીસરીઝ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાગર ખેડુઓને માલામાલ કરતી ગોલ માછલીને ગુજરાતની સ્ટેટ ફીસ જાહેર કરી છે હોલ માછલી ગુજરાતમાં સરળતાથી મળે છે જે સાગર ખેડુના નસીબમાં લખપતિ કે કરોડપતિ થવાનું હોય તેને ગોલનું ટોળું મળી જાય  દરિયાકાંઠા નજીક છીછરા પાણીમાં વિહરતી ગોલ માછલી કેન્ડીસ દરિયાઈ માછલી. શાસ્ત્રીય  નીબીયા ડાયા કેન્સ સ્કેન  કુળની માછલીઓ જ્યૂ-મીનના નામે ઓળખાય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્લોબલ કોન્ફરન્સમાં ગોલની રાજ્ય મત્યની માન્યતાની કરી જાહેરાત ગુજરાતમાં એક્વા પાર્કનું પણ કરાશે નિર્માણ

આ માછલીઓની પહેલી અને બીજી પૃષ્ઠમીન પક્ષો વચ્ચે એક ઊંડી ખાંચ હોય છે. ભારતના દરિયાકિનારે સહેજ દૂર છીછરા પાણીમાં ઘોળ મળી આવે છે. કદમાં ઘોળ જેવી એક અન્ય માછલી દારા પણ ત્યાં રહે છે. તેથી ઘોળ અને દારા એકીસાથે પકડાતી હોવાથી મોટી માછલીઓને લગતો આ મત્સ્યોદ્યોગ ઘોળ અને દારા મત્સ્યોદ્યોગ તરીકે ઓળખાય છે. 1.5 મીટર લાંબી આ માછલીની ગણના મોટી માછલી તરીકે થાય છે.

ગુજરાતના દરિયાકિનારે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તે મોટી સંખ્યામાં જાળમાં ફસાય છે. ગુજરાતમાં પકડાતી 15-20 ટકા માછલીઓ ઘોળ-દારા માછલીઓ હોય છે. આ માછલી તાજી રાંધીને ખવાય છે અથવા તેને સૂકવીને અને તેના પાતળા ટુકડા  કરીને તેમજ અતિશય થીજવી  તેની જાળવણી કરવામાં આવે છે. અગ્નિ એશિયાના દેશોમાં તેની સારા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. ફિલેટ્સની નિકાસ

ઘોલ માછલી, જે વૈજ્ઞાનિક રીતે પ્રોટોનિબિયા ડાયકાન્થસ તરીકે ઓળખાય છે, અને સામાન્ય રીતે બ્લેકસ્પોટ ક્રોકર માછલી તરીકે ઓળખાય છે ઔષધીય ગુણોને કારણે પૂર્વ એશિયામાં તેની ખૂબ જ માંગ  છે.

આયોડિન, ઓમેગા-3, ડીએચએ, ઇપીએ, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા પોષક તત્ત્વોના ભંડારથી ભરપૂર, આ માછલીને “પોષક પાવરહાઉસ” ગણવામાં આવે છે.

તેને “સી ગોલ્ડ સમુદ્રનું સોનુ તરીકે પણ ઓળખવામાં છે,  તેના પેટમાં રહેલ પાઉચ માં શક્તિશાળી ઔષધીય ગુણધર્મો છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ મૂલ્ય ધરાવે છે. મુખ્યત્વે ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં જોવા મળતી હોવા છતાં, ઘોલ માછલી હવે વૈશ્વિક સ્તરે સૌથી મોંઘી દરિયાઈ માછલીઓમાંની એક બની છે, ધ્રોલ માછલીની વસાહતો પર પ્રદૂષણનું ખૂબ જ પ્રભાવ હોય છે પ્રદૂષણ વધતા તે કિનારાથી દૂર ઊંડા સમુદ્રમાં ઉતરી જાય છે નિષ્ણાતોના મતે, ઘોલ માછલીના  મૂત્રાશયની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1 લાખથી વધુ હોવાનો અંદાજ છે.  માછલીની પ્રજાતિ ગુજરાતના દરિયાકાંઠે જોવા મળે છે, માછીમારો સામાન્ય રીતે એક પકડમાં 20 થી 25 માછલીઓ સહેલાઈથી પકડી શકે છે.

જ્યારે પણ કોઈ માછીમારને ઘોલ માછલી મળે છે ત્યારે તે કિસ્મત ચમકાવનાર તરીકે સમાચારોમાં છવાઈ જાય છે તાજેતરમાં જ . 2021માં ગીર સોમનાથ જિલ્લાના માછીમાર ભીખા પુનાએ વણકબારા નજીકના પાણીમાં આશરે 1,500 ગોલ માછલી પકડવામાં સફળતા મેળવી હતી. ભીખાભાઈ પુનાભાઈ ને બે કરોડ રૂપિયા ની લોટરી લાગી હતી

ઘોલ માછલીનું  મૂત્રાશય આંતરરાષ્ટ્રીય બજારોમાં મોંઘા ભાવે વેચાય છે  ખાસ કરીને ચીન, હોંગકોંગ અને અન્ય દેશોમાં,  તેનો  સૂપ બનાવવા માટે ઉપયોગ થાય છે

વિશ્વ મત્સ્યઉદ્યોગ દિવસ નિમિત્તે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત માછલી ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત બ્લુ ઈકોનોમીના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકાર દ્વારા માછીમારો માટે શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ અને રાજ્યની સિદ્ધિઓની માહિતી પૂરી પાડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશમાંથી મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા 5000 થી વધુ પ્રતિભાગીઓ સામેલ થયા છે

આ કાર્યક્રમના ભાગરૂપે, મહાનુભાવો દ્વારા સ્ટેટ ફિશ પુસ્તકના અનાવરણ સાથે વડાપ્રધાન ગતિ શક્તિ યોજના હેઠળ રાજ્ય સરકારના આંતરિક જળાશય લીઝ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાત 1600 કિમીથી વધુનો દરિયાકાંઠા ધરાવે છે. ગુજરાતમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન વધ્યું છે. આજે રાજ્ય પાંચ હજાર કરોડથી વધુની નિકાસ કરે છે, જે કુલ નિકાસમાં સત્તર ટકા ફાળો આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.