Abtak Media Google News
  • ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિસ્થિતિ ઉપર તંત્રની બાજનજર

આવતિકાલે પરસોત્તમ રૂપાલા નામાંકન દાખલ કરવાના છે. જેને લઇએ કલેકટર તંત્ર એલર્ટ મોડ ઉપર છે. એક તરફ ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો હોય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે 2 એસીપીની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિજય મુહૂર્ત ઉપર ફોર્મ ભરશે. એ દરમિયાન ક્ષત્રિય સમાજે તેની સામે આંદોલન છેડયું છે. જેને લઈને  તંત્ર હાઈ એલર્ટ ઉપર મુકાયું છે.  ગઈકાલે રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન થયું તેમાં 1 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા. તેવો આઈબીનો રિપોર્ટ આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સંમેલનમાં 6 નાયબ મામલતદારોને મુક્યાં હતા અને સંમેલનમાં તમામ પાસાઓ ઉપર નજર રખાય હતી. તેવું જાણવા મળી રહ્યું છે.હવે આવતીકાલે રૂપાલા 12:39એ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા આવવાના છે. કોઈ પણ પરિસ્થિતિને ભરી પીવા તંત્ર સજ્જ છે.

પરસોતમભાઈ રૂપાલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જંગી સભા ગજાવવાના છે અને ત્યારબાદ રેલી સ્વરૂપે ઉમેદવારીપત્રક ભરવા જવાનાં છે ત્યારે સમગ્ર કાર્યક્રમને અનુસંધાને પોલીસ દ્વારા બંદોબસ્તની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 2 એસીપી, 2 પીઆઈ, 5 પીએસઆઈ ખડેપગે હાજર રહેનાર છે. ઉપરાંત 50થી વધુ પોલીસકર્મી અને 60 જેટલાં ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે તૈનાત રહેનાર છે. સાથોસાથ ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ બંદોબસ્તમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.