Abtak Media Google News

ભિલવાસનો નામચીન બુટલેગર પાસાના પીંજરે પુરાયો

 

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા રીઢા અને પોલીસ ચોપડે અનેક વાર ચડી ગયેલા ઓપીઓ વિરુદ્ધ પાસાનું શસ્ત્ર અપનાવ્યું છે જેમાં થોડા સમય પહેલા મહાનગરપાલિકા તંત્રે એક ટીમ બનાવી શહેરભરમાં રાજમાર્ગો પર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. જે ઝુંબેશને મનપાએ વેગવંતી બનાવતા કેટલાક લોકોએ આ ઝુંબેશનો વિરોધ કરી ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી થોરાળા પોલીસ મથકના વિસ્તારમાં રખડતા ઢોર પકડવા જતા કેટલાક શખ્સોએ મનપાના કર્મચારીઓ સાથે ઝઘડો કરી તેમના પર મિર્ચી સ્પ્રે છાંટી હુમલો કરી ફરજમાં રુકાવટ કરી હતી.

જે બનાવમાં પોલીસ દ્વારા અભિષેક દિલીપ વાળા, હાર્મિશ વિનોદ ભૂવા, અરજણ ઉર્ફે અજય બાબુ ચાવડા, રાજેશ ઉર્ફે રાજુ નવઘણ સિંધવ, મશરૂ હીરા ધ્રાંગિયા, ગોપાલ જીણા બોળિયાને પકડ્યા હતા જેથી પોલીસે તેમની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી છ એય આરોપીની અટકાયત કરી અભિષેક, અરજણ ઉર્ફે અજયને સુરત જેલ, હાર્મિશ, રાજેશ ઉર્ફે રાજુને વડોદરા જેલ, મશરૂ અને ગોપાલને અમદાવાદ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયા છે.

જ્યારે બીજા બનાવમાં ભીલવાસ શેરી નંબર 2 માં રહેતો ઈરફાન ઉર્ફે રોકી પ્રજાપતિ નઝીર ઠાસરીયા નામના નામચીન બૂટલેગર કે જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન , પ્ર.નગર પોલીસ સ્ટેશન અને ઉના પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં અનેકવાર જેલની હવા ખાઈ ચુક્યો છે જેને નગર પ્ર.પોલીસ સ્ટેશન પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા પોલીસ કમિશનરને પાસાની દરખાસ્ત તૈયાર કરી ભુજ જેલવાલે મોકલવાની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.