Abtak Media Google News

ગુજરાત ચૂંટણીને લઈને હાલમાં ચૂંટણી કમિશનને પ્રથમ વખત cVIGIL એપ્લિકેશન લોન્ચ કરી છે જે એપ્લિકેશન ત્રીજી નવેમ્બર થી કાર્યરત થઈ છે અને 13 નવેમ્બર સુધીમાં 13900 જેટલા લોકોએ આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી છે અત્યાર સુધી આ એપ્લિકેશન મારફતે 33 જિલ્લા મારફતે કુલ 872 ફરિયાદ નોંધાય છે

શહેર એપ ડાઉનલોડ ફરિયાદ

સરત 2,727 299
અમદાવાદ 2,756 80
રાજકોટ 1,079 43
વડોદરા 945 26
બનાસકાંઠા 819 27

આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ

Whatsapp Image 2022 11 14 At 12.15.59

રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો નાગરિકોના ધ્યાને આવે ત્યારે તેની સરળતાથી ફરિયાદ થઈ શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી કમિશન એ આ વ્યવસ્થા ઊભી કરી છે

રાજ્યમાં 611 ફ્લાઈંગસ કોડ તેના જ છે જે 60 મિનિટમાં લોકેશન પર પહોંચશે સૌથી વધારે સુરત અને અમદાવાદમાં ફરિયાદો નોંધાય છે

કેવી રીતે ડાઉનલોડ કરશો એપ

Whatsapp Image 2022 11 14 At 12.16.18

1. તમારા પોસ્ટર અથવા એપ સ્ટોરમાં જાઓ

2. cVIGIL લખીને સર્ચ કરો અને પછી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો

3. એપ્લિકેશનને ખોલી સૌપ્રથમ હિન્દી કે અંગ્રેજી ભાષા પસંદ કરી એગ્રી બટન પર ક્લિક કરો

4. પછી મોબાઈલ નંબર નાખો જેથી ઓટીપી આવશે જેઓ ટીપી નાખ્યા બાદ આગળ પ્રોસેસ થશે.

5. તમારું નામ સરનામું રાજ્ય શહેર અને વિધાનસભાની વિગત ભરવાની રહેશે એટલે એપ્લિકેશન શરૂ થઈ જશે

આ એપ્લિકેશન પર 16 પ્રકારની જુદી જુદી ફરિયાદ કરી શકાશે

રૂપિયા વિતરણ થાય

ગિફ્ટ વિતરણ થાય

કુપન વિતરણ થાય

દારૂનું વિતરણ થાય

મંજૂરી વગર પોસ્ટર કે બેનર લગાડવામાં આવે

ધાક ધમકી કે હથિયાર નો ઉપયોગ થાય

મંજૂરી વગર વિહીકલ કે કોનવેય નીકળતા હોય

આચારસંહિતા લાગુ થયા બાદ કેમ્પિંગ થાય

રિલિજિયસ કે કમ્યુનલ સ્પીચ અથવા મેસેજ કરવામાં આવે

રાત્રે 10:00 વાગ્યા બાદ લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવામાં આવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.