Abtak Media Google News

મેટ્રો રેલ પ્રોજેકટ સાકાર થતા સમય લાગશે પરંતુ મહત્વનો તબકકો શરૂ થશે: ઉદિત અગ્રવાલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા તાજેતરમાં રાજય સરકારના બજેટમાં ગુજરાતના 6 શહેરોમાં મેટ્રો ટ્રેનની સુવિધા આપવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદમાં 6 કિમી લાંબી મેટ્રો ટ્રેન ચાલુ રહી ગઈ છે અને સુરતમાં ટુંક સમયમાં મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ થઈ જવાની છે. રાજકોટમાં પણ નિયો મેટ્રો રેલ દોડાવવાનું રાજય સરકારનું આયોજન છે. દરમિયાન મેટ્રો ટ્રેનના ફિઝીબીલીટી સ્ટડી માટે બજેટમાં રાજકોટ મહાપાલિકા દ્વારા રૂા.10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં દિવસે દિવસે વધતા જતા ટ્રાફિકના નિરાકરણ માટે મેટ્રો સુવિધા બહુ જ ફાયદાકારક અને રાજકોટને પોલ્યુશન ફ્રિ કરવા માટે મદદરૂપ બનશે. મેટ્રો આવવાથી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના રાહ પર ચાલી રહેલા પોતાનું કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડશે. મેટ્રો રેલ સિસ્ટમ એનર્જી ક્ધઝપશન, સ્પેસ ઓપ્યુપેન્શી જેવા પરીબળોમાં બાકીના અન્ય ટ્રાન્સપોર્ટના માધ્યમો કરતા સૌથી વધુ કાર્યક્ષમ હોય છે. પીક અવર્સમાં સૌથી વધુ ટ્રીપ કરવા માટે પણ ક્ષમતા ધરાવે છે. ઈકો ફ્રેન્ડલી કોઈપણ પ્રકારનું એર પોલ્યુશન હોતુ નથી અને સાઉન્ડ પોલ્યુશનમાં પણ ઘટાડો થાય છે. બસ તથા કાર કરતા વધારે ટ્રાફિકની કેપેસીટી ધરાવે છે અને ટ્રાવેલીંગ ટાઈમમાં પણ ઘટાડો થાય છે. મહાપાલિકા દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં મેટ્રો રેલના ફિઝીબીલીટી સ્ટડી માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેકટના અમલીકરણમાં સમય લાગશે પરંતુ મહત્વનો તબકકો હવે શરૂ થઈ ગયો છે તેવું તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.