Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ બોન્ડ ઈશ્યુ કરાશે: 7.25% થી નીચો વ્યાજ દર રહેશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આર્થિક રીતે સ્વાયત બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પાલિકા અને પંચાયતોને બોન્ડ પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના બોન્ડ પ્રસિદ્ધ કરવાની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે.રેટિંગ એજન્સી દ્રારા રેટિંગમાં સુધારો કરાયા બાદ હવે બોન્ડ પ્રસિદ્ધ કરવાનું રસ્તો મોકળો બન્યો છે.100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવા માટે મંજૂરી મેળવવા તાજેતરમાં કોર્પોરેશન દ્વારા સેબી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.લોકસભાની ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ બોન્ડ પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 ના બજેટમાં100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.રેટિંગ એજન્સી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ “એ” રેટિંગ સુધારીને ડબલ “એ” કરવામાં આવ્યું છે. જેના કારણે હવે કોર્પોરેશનને મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવા માટે 7.25 ટકાથી વધુ વ્યાજ ચૂકવવું પડશે નહીં.100 કરોડના બોન્ડ પ્રસિદ્ધ કરવા માટે સેબી સમક્ષ એપ્લિકેશન કરવામાં આવી છે. જેને બહાલી મળી જવાની પણ પૂરી સંભાવના છે.હાલ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય છે. જે 6 જૂન એટલે કે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ઉઠશે. ત્યારબાદ મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સેબીની મજૂરી મળ્યા બાદ બોન્ડ પર રોકાણકારોને કેટલું વ્યાજ આપવું તે સહિતનો નિર્ણય લેવામાં આવશે.કેટલા વર્ષ માટે બોન્ડ પ્રસિદ્ધ કરવા સહિતની શરતો સેબીની મંજૂરી બાદ નક્કી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આર્થિક રીતે સ્વાયત બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા બોન્ડ પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવે છે.તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના બોન્ડ પ્રસિદ્ધ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સેબી સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી છે જેની મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.