Abtak Media Google News

આચારસંહિતા ઉઠતાની સાથે જ કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક: પેન્ડીંગ રખાયેલી 14 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

ગુજરાત વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા ઉઠતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામોનો ધમધમાટ શરુ થઇ જવા પામ્યો છે. આવતીકાલે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને બપોરે 1ર કલાકે સ્ટેન્ડીંગ કમિટીની એક બેઠક મળશે. જેમાં ગત મહિને આચારસંહિતાના કારણે પેન્ડીંગ રાખવામાં આવેલી દરખાસ્તો સહિત 14 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

કાલે મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ચુંટણી શાખા માટે નવી 14 આધાર નોંધણી કીટ ખરીદવા અંગે નિર્ણય લેવામાં આવશે. વર્ષ 2016માં રાજય સરકાર દ્વારા કોર્પોરેશનને 30 નંગ આધાર કિટની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી 1પ કિટ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવી હતી. હાલ 10 કીટ કાર્યરત છે. દરમિયાન નવી 10 કીટની ખરીદી કરવા માટે રાજય સરકાર દ્વારા 1પ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કોર્પોરેશન 17.36 લાખના ખર્ચે નવી 14 આધાર કીટની ખરીદી કરશે. કીટ આવ્યા બાદ વધારાની કીટ કયાં મૂકવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉ5રાંત સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ધનતેરસના દિવસે યોજાયેલી આતશબાજી કાર્યક્રમમાં થયેલો રૂ. 9.43 લાખનો ખર્ચ મંજુર કરવા, વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રૂ. 2.12 લાખનો ખર્ચ મંજુર કરવા.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોપોરેટેડ ને ક્ધસલટન્સની કામગીરી આપવા.

મહાપાલિકા  સંચાલીત તથા સંસ્થા સંચાલીત જીમ ખાતે ઇકવીપમેન્ટસ ખરીદ કરવા, શહેરમાંથી ઉત્પન્ન થતા ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ પ્રોસેસીંગ કરવા માટે ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ રીસાઇકલીંગ પ્લાન્ટના કોન્સોટિયમ જેવી ટેકનીકલ પાર્ટનર પુષ્પેન્દ્રસિંહ આર. ભટ્ટી બદલાવાથી તેમના બદલે નવા કોન્સોટિયમ જેવી ટેકનીકલ પાર્ટનર રીલાયેબલ  ઇન્ફા. સાથે એગ્રીમેન્ટ કરવા સહીત ની 14 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.