Abtak Media Google News

શહેરમાંથી એકત્ર થયેલ જુના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ આ જ સ્થળે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ – નાકરાવાડી ખાતે મુલાકાત કરી ટેકનીકલ પ્રેઝેન્ટેશન નિહાળી સમગ્ર પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર

મ્યુનિ. કમિશનરએ આ પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં દરરોજ 700થી 750 ઘન કચરાનું ઉત્પન થાય છે. આ ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ એબેલોન ક્લીન એનર્જી લીમિટેડ કંપનીને પીપીપી મોડ પર વેસ્ટ ટુ એનર્જી પાવર પ્લાન્ટ સેટઅપ કરવા માટેનું કામ સોંપેલ છે. છેલ્લા બે વર્ષથી કામગીરી ચાલુ છે અને નજીકના સમયમાં જ સમગ્ર પ્લાન્ટ કાર્યરત થઇ જશે.

Rajkot Corporation Will Generate Green Power From Waste
Rajkot Corporation will generate green power from waste

હાલ બોઈલર અને ટર્બાઈનનું સેટઅપ થઇ ગયેલ છે. આ પાવર પ્લાન્ટમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો સેક્ધડરી ટ્રીટેડ (કુલિંગ વોટર) તરીકે ઉપયોગ કરવામાં આવશે જેના અનુસંધાને ગૌરીડળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી નાકરાવાડીના 12 કી.મી. સુધીની પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ ચાલુ છે જેમાંથી 9 કી.મી.ની પાઈપલાઈનનું સેટઅપ થઇ ચૂક્યું છે.

આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે પ્રથમ ફેઇઝમાં દૈનિક 600 ટન કચરાને ઇન્સીનેરીશન કરીને તેમાંથી 15 એમ.જી.ગ્રીન પાવર જનરેટ કરવામાં આવશે જે પાવર ગુજરાત સરકારને વેંચવામાં આવશે. જેના માટેનો પાવર પરચેસ એગ્રીમેન્ટ કંપની અને ગુજરાત સરકાર વચ્ચે થઇ ગયેલ છે.

મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ચાલુ થવાથી દૈનિક 600 ટન કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ થશે. ગ્રીન પાવર જનરેટ થશે. નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર કચરામાંથી ઉત્પન્ન થતા હાર્મફૂલ ગેસીસનો નાશ થશે જેથી એર ક્વોલીટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો નાશ થશે. રોજગારીની નવી તકો ઉભી થશે. કચરાના ઢગલાનો નાશ થતા જમીન ખુલ્લી થશે.

Rajkot Corporation Will Generate Green Power From Waste
Rajkot Corporation will generate green power from waste

નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી કરતી કંપની દ્વારા ગ્રીન હરિયાળું ગ્રાઉન્ડ પણ બનાવેલ છે. હાલ બાયોમાઈનીંગની કામગીરી ચાલુ છે.

નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જીની સાથે મીની જંગલ જેવું વાતાવરણ ઉભું કરવા અંગે વધુ જણાવ્યું હતું કે, નાકરાવાડી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે આશરે 70 થી 80 ચો.મી. જગ્યામાં આશરે 3 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે, જેમાં હેઝ પ્લાન્ટ, ઓર્નામેન્ટ પ્લાન્ટ, એવન્યુ ટ્રી, આયુર્વેદિક પ્લાન્ટ (મેડિસ્નલ પ્લાન્ટ), ફોલીએઝ પ્લાન્ટ, ફ્લાવરિંગ શ્રબ પ્લાન્ટ બનાવવામાં આવશે અને આ સ્થળ ખાતે 2 નેચરલ તળાવ આવેલા છે જેને પણ ડેવલપ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.