Abtak Media Google News

રાજકોટ ડેરીના વિકાસમાં વિઘ્નસંતોષીઓની નાકામ પ્રવૃત્તિઓને ડામવા તત્પર-સભ્યોનો કોલ: શ્ર્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ નિમિતે બાઇક રેલી યોજાઇ

રાજકોટ ડેરીના વિક્રમ સવંત ૨૦૭૫ ના વર્ષની પ્રથમ બોર્ડ મીટીંગ યોજાઇ હતી તેમાં તમામ સભ્યોએ નવા વર્ષમાં સહકારી પ્રવૃતિ વધુ મજબુત બને અને દુષ્કાળ જેવી કપરી સ્થીતીમાં પશુપાલકોને વધુમાં વધુ મદદરુપ થવા નિર્ણય કર્યો હતો. વધુમાં જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ કે જે ‘રાજકોટ ડેરી’ તરીકે પણ ઓળખાય છે. તેની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાનું કામ કેટલા લોકો દ્વારા થઇ રહ્યું છે. રાજકોટ ડેરી સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી ડેરી છે. જેનું વાર્ષિક ટન ઓવર આશરી ૮૦૦ કરોડ જેટલું છે. છેલ્લા ૧પ વર્ષમાં સંઘના ચેરમેનશ્રીના નેતૃત્વ નીચે રાજકોટ ડેરીએ બહોળો વિકાસ કરી પ્રગતિક્ષેત્રે હરણફાળ ભરી છે. અમોને  એ વાતનો પણ ગર્વ છે કે ર૦૧૮ ના વર્ષમાં સતત આશરે ત્રણ થી વધારે મહીનાઓ સુધી રાજકોટ દુધ સંઘે દૂધ ઉત્પાદકોના આર્થીક વિકાસ માટે ગુજરાતની અન્ય ડેરીઓ કરતા સૌથી વધારે દૂધના ખીરદભાવ ચુકવી ગામડાના નાનામાં નાનો ખેડુત/દૂધ ઉત્પાદકોનો વિશ્ર્વાસ સંપાદન કરેલ છે. ડેરીની વધતી જતી પ્રગતિ ન જોઇ શકનારા કેટલાક મિત્રો બોર્ડના અમૂક સભ્યોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરે છે અને ડેરીની પ્રતિષ્ઠા ખરડાઇ તેવા ના-કામ પ્રયત્નો કરી રહ્યા છે. રાજકોટ ડેરી ખાતે ૬ લાખ લીટરની કેપેસીટીનો અતિ આધુનિક સ્વયંસચાલીત સ્કાડા બેઇઝડ પ્રોસેસીંગ પ્લાટ છે અને તેનું મોનટરીંગ કુશળ કર્મચારીગણની સીધી દેખરેખ નીચે કરવામાં આવે છે.

તાજેતરમાં જ શ્ર્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મ જયંતિ હતી. ડો. કુરીયને અમુલના માઘ્યમથી સમગ્ર વિશ્ર્વમાં દેશનું નામ રોશન કરેલ હતું. જેના વિચારોથી આજની નવી પેઢીને નવો દ્રષ્ટિકોણ મળી રહે તે હેતુથી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરેલ હતું. અમૂલ એ વૈશ્ર્વીક બ્રાંડ છે. રાજકોટ ડેરી પણ અમુલનો એક ભાગ છે. ડેરી જીસીએમએમએફના ધારા-ધોરણ પ્રમાણે પ્રોસેસીંગ કરી અમૂલ બ્રાંડમાં દૂધ-દૂધની બનાવોટોનું પેકીંગ કરી વેચાણ કરે છે. આમ રાજકોટ દૂધ સંઘે ગ્રાહકોનો પણ વિશ્ર્વાસ સંપાદન કરેલ છે પરંતુ સૌરાષ્ટ્રની આ સૌથી મોટી આ સહકારી ડેરીની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડનારા આ મિત્રોને અમારી જણાવવાનું છે કે અમે રાજકોટ ડેરી બોર્ડ ઓફ ડીરેકટર્સ ડેરીની પ્રગતિ-વિકાસ માટે હંમેશા એક સાથે મળી કાર્યરત રહીશું. ગમે તેવી પરિસ્થિતિમાં સહકારી પ્રર્વતિની છબી ખરડવા દઇશુ નહી કેટલાક વાદ-વિવાદ કરતા મીત્ર દ્વારા અમારા અમુક બોર્ડ ઓફ ડીરેકટરર્સે લખેલ આંતરીક પત્રોને ખોટી રીતે છાપામાં પ્રસિઘ્ધ કરી ખોટા આક્ષેપો કરી સહકારી પ્રવૃતિ તોડવાના પ્રયાસ કરેલ છે પરંતુ ડેરીના વિકાસ માટે અમે એક એક એક  છીએ અને એક રહીશું, દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવો અને ગ્રાહકોને ગુણવતા સભર દૂધ અને તેની બનાવટો મળી રહે તે માટે કામ કરતા રહીશું અને ખોટા વિવાદ ઉભા કરનારા મિત્રોના મનસુબાઓ કયારેય પાર પાડવા દઇશુ નહીં તેમ અંતમાં બોર્ડ ઓફ ડીરેકટર્સની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.