Abtak Media Google News

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડો.ભરતભાઇ બોઘરા સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ

રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ડી.કે.સખીયાની (જિલ્લા પ્રમુખ) અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, મોહનભાઈ કુંડારીયા, ભરતભાઈ બોઘરા સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતા. જેમાં રાજકોટ જિલ્લામાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાં હતા.

જયેશભાઈ રાદડીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિતિ રહ્યાં હતા. આવનારા નવા વર્ષમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને શુભેચ્છા આપી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હરહંમેશ પાર્ટી માટે કામ કરતા હોય છે અને એમની તાકાતી જ આજે ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે. સમયે-સમયે સંગઠનનું માળખુ બદલાતું હોય છે. આવનારા દિવસોમાં નવું માળખું જાહેર વાનું છે. સૌપ્રમ અને જિલ્લા અધ્યક્ષની આગેવાનીમાં જ કામ કરતા હોય છે. મુખ્યમંત્રી વિજયભાઈએ અતિવૃષ્ટિની વરસાદનો પ્રશ્ન હતો એટલે મગફળીની ખરીદી થોડા દિવસ માટે બંધ કરી હતી. ૧૫ તારીખી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ફરીથી શરૂ થશે.

ડી.કે.સખીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે કાર્યકર્તાઓ નવા વર્ષની અંદર સ્નેહમિલન રાખી એકબીજાને મળે અને જૂના કાઈ મન દુ:ખ હોય તે ભુલી ખભે-ખભા મિલાવી પાર્ટીને મજબૂત કરવાના નિર્ણયી આ સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે. દર વર્ષે સ્નેહ મિલન રખાય છે અને પાર્ટીના આગેવાનો સ્નેહ મિલનમાં માર્ગદર્શન આપી અને કાર્યકર્તા કેમ મજબૂત બને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા કાર્યકર્તા ગામડે-ગામડે કામ કરી શકે છે. રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે તે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો મહેનત કરે છે, રાત દિવસ જોયા વગર મહેનત કરતા હોય છે.

પાર્ટીની પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીમાં દર ત્રણ વર્ષે સંગઠનની પ્રક્રિયા આવતી હોય છે અને એમાં પ્રમાણીક સારૂ કામ કર્યું હોય છે. એવા કાર્યકર્તાઓને પણ એમાં સન આપવામાં આવતું હોય છે. દરેક કાર્યકરને પોતાનું યોગ્ય સ્થાન મળતું હોય છે.

ભરતભાઈ બોઘરાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક કાર્યકરોની પાર્ટી છે. વાત જિલ્લા પંચાયતની છે તો જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફ કોંગ્રેસી નારાજ થઈને સભ્યો જોડાય છે. વચ્ચે પણ જોડાયા હતા. જિલ્લા પંચાયતમાં ૩૮ માંથી ૩૬ બેઠકો પર કોંગ્રેસને મેજોરીટી લોકોએ આપી હતી. પરંતુ દુ:ખ સો કહેવું પડે કે કોંગ્રેસ વહીવટમાં નિષ્ફળ ગઈ છે. સાચવી ન શકી, લોકોના કામની તથા જેથી કાર્યકરો ભા.જ.પા. સાથે જોડાઈ રહ્યાં છે. અમારા બે સભ્યો હતા અને બે જ સભ્યો છે. બાકીના અમારી સાથે જોડાય છે. ભાજપ પાસે બે સભ્યો હતા છે કોંગ્રેસે પોતાનું ઘર સંભાળવાની જરૂર છે. ભાજપ ઉપર આક્ષેપો કરવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.