Abtak Media Google News

કોરોના મહામારીમાં રાજકોટ ભાજપની ઐતિહાસિક કામગીરી

કોરોનાની મહામારીને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલિક લોકડાઉનના યોગ્ય પગલા લઇને દેશમાં કોરોનાની મહામારીને અટકાવવામાં સફળ રહ્યા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને ગુજરાતમાં કોરોનાને અટકાવવાના જે પગલા લીધા તે રાજકોટ જીલ્લાની પ્રજાએ ખુબ જ સહકાર આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ આ તકે વિજયભાઈ રૂપાણીની પ્રશંસનીય કામગીરીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લાના તમામ તાલુકાઓમાં રોજેરોજનું કમાયને ભોજન વ્યવસ્થા કરતા ગરીબ પરિવારો, શ્રમિકો, છૂટક મજુરીકામ કરનારાઓને ભોજન પાણીની તકલીફ ન પડે તે માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા રાજકોટ જીલ્લામાં જરૂરિયાતમંદ ૧,૨૫,૫૦૩ લોકોને રાશન કીટનું વિતરણ તેમજ ગરીબોને જઠરાગ્ની ઠારવા જરૂરિયાતમંદ ૫,૧૬,૯૭૮ લોકોને રોટલી, પૂરી, શાકનું ગરમાગરમ ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. ઉપરાંત ૩૯૦૦૦ સીનીયર સીટીજનોને તેમની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે તથા ૧,૧૫,૮૦૦ લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે નહિ એક સાચા સેવક તરીકેની ભૂમિકાઓ અદા કરીને લોકોને પડતી તકલીફોનું તાત્કાલિક નિવારણ કરવામાં ખુબ જ સફળ રહ્યા છે. મુખ્યમંત્રીની અપીલને ધ્યાનમાં લઇ રાજકોટ જીલ્લાના મુખ્ય હોદેદારથી લઇ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ સીએમ ફંડમાં ૩ કરોડનું તેમજ પીએમ ફંડમાં અંદાજે ૫૨ લાખ (બાવન લાખ)નું દાન જમા કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા જયારે જયારે ગુજરાતમાં આવી આપત્તિ આવી છે ત્યારે ખડે પગે રહીને લોકોની સેવા કરવામાં પાછી પાની કરેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.