Abtak Media Google News

જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠક સંપન્ન

ભાજપની સરકારે મહિલાઓના ઉત્કર્ષની ચિંતા કરી અનેક યોજનાઓ બનાવી છે. તેમ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમા જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, મહિલા મોરચા પ્રભારી દુર્ગાબેન ભૂત, મહિલા મહામંત્રીઓ રમાબેન મકવાણા, જીલ્લા ઉપપ્રમુખ મંજુલાબેન માંકડિયા ઉપસ્થિત રહી મહિલા મોરચાના કાર્યકર્તાઓ આગામી જી.પં. તા.પં. અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને તથા પેજ કમિટી બાબતે વિસ્તૃતમા માહિતી આપી હતી.

આ તકે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની ભાજપા સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમા મૂકી છે. આ યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોચે તે માટે ભાજપના મહિલા મોરચાના તમામ હોદેદારો કાર્યકર્તાઓએ પોતાના વિસ્તારોમા કાર્ય યોજનાઓ બનાવીને વધુ અસરકારક રીતે આગામી દિવસોમા કરે તે પ્રકારનું આયોજન આ બેઠકમા કરવામાં આવ્યું હતું. આગામી તા.પં.,જી.પં. અને નગરપાલિકાની ચૂંટણીમા મહિલાઓનું વધુમાં વધુ મતદાન થાય તે માટે થઇ રણનીતિ ઘડી હતી.

આ તકે મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષભાઈ ચાંગેલાએ મહિલા મોરચાની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારે મહિલાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે થઈ આવાસ યોજનાઓ, ગેસ સબસીડી, આત્મનિર્ભર લોન, જેવી અનેકવિધ યોજનાઓ જાહેર કરીને મહિલાઓના ઉત્કર્ષની ચિંતા કરેલ છે. પ્રદેશ ભાજપા દ્વારા ચાલતા પેજ કમિટી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

આ તકે મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રાએ ઉપસ્થિત મહિલા આગેવાનો, કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરતા માર્ગે વાળવા શરુ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમા ૫૦ હજાર અને શહેરી ક્ષેત્રોમા ૫૦ હજાર એમ ૧ લાખ મહિલા જૂથોની ૧૦ લાખ માતા બહેનોને જૂથ દીઠ રૂપિયા ૧ લાખની સહાય પોતાના ગૃહ ઉદ્યોગ અને નાના વ્યવસાય માટે શરુ કરવામાં આવી છે.

આત્મનિર્ભર લોનથી મહિલાઓ પોતાનો સ્વતંત્ર બિઝનેશ કરીને આત્મસન્માનથી જિંદગી જીવી શકે તે પ્રકારનુ ભારતીય જનતા પાર્ટી સરકારે યોજનાઓ બનાવી છે.

આગામી ચૂંટણીઓને ધ્યાનમા લઇને તમામ મહિલાઓએ જન-જન સુધી કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોચાડીને જનજાગૃતિ લાવીએ આગામી કાર્યક્રમ રામજન્મ ભૂમિ નિધિ માટે ધનરાશીએકત્રિત કરવા બુથ વાઈઝ કમિટી બનાવીને નિધિએકત્રિત કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમા જીલ્લા પ્રભારી દુર્ગાબેન ભૂતએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારોમા બહેનોએ ગ્રુપ મીટીંગો ખાટલા બેઠકો, પત્રિકા વિતરણ, લોકસંપર્ક કરવા, પેજ સમિતિ બનાવવી, બુથ દત્તક યોજના, મહિલા સન્માનના કાર્યક્રમો કરવા, સુક્ધયા યોજનાનો પ્રચાર-પ્રસાર કરવા મહિલાઓને અનુરોધ કર્યો હતો.

નવનિયુક્ત રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓનું કેસરી ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત રમાબેન મકવાણાએ કર્યું હતું. આ બેઠકમા મહિલા મોરચાના જીલ્લા હોદેદારો તથા તમામ મંડલના મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ તથા મહિલા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.