Abtak Media Google News

ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાના માર્ગદર્શન અને બેંકના નવા સુકાની જયેશભાઇ રાદડીયાની રાહબરી હેઠળ બેંકે પ્રગતિની હરણફાળી ભરી

સહકારી ક્ષેત્રમા મોડેલ સમાન ગણાતી રાજકોટ ડીસ્ટ્રીટક કો.ઓપ. બેંકએ સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતામહ અને ખેડુત નેતા વિઠલભાઇ રાદડીયાના માર્ગદર્શન અને બેંકના નવા સુકાની એવા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાની રાહબરી હેઠળ પ્રગતિની હરણફાળ યથાવત રાખી વર્ષ ૨૦૧૭-૧૮ માં નફામાં ૩૬ ટકાના વધારા સાથે રૂ ૧૩૯ કરોડનો નફો કરીને નવુ સિમાચિન્હ કાયમ કરેલ છે.

Advertisement

સહકારી ક્ષેત્ર અને ખેડુતોના હિતમાં છેલ્લા અઢી દાયકાથી કામ કરતા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા તથા બેંકના તમામ ડીરેકટરે અને સ્ટાફના પ્રયત્નોના કારણે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક વિકાસની હરણફાળ જાળવી રાખી દેશભરની જીલ્લા સહકારી બેંકોને પણ નવો રાહ ચિંઘ્યો છે.ચાલુ વર્ષમાં આ બેંકએ દરેક ક્ષેત્રે સિમાચિન્હ રુપ સિઘ્ધિઓ હાંસલ કરેલ છે. વર્ષ દરમ્યાન ડીપોઝીટમાં ૪૦૦ કરોડના વધારા સાથે રૂ ૪૩૦૫ કરોડ, ધિરાણોમાં ૧૨૭ કરોડના વધારા સાથે રૂ ૩૨૦૪ કરોડ, રોકાણોમાં ૨૯૬ કરોડના વધારા સાથે રૂ ૧૮૬૫ કરોડ અનામત ભંડોળમાં ૩ર કરોડના વધારા સાથે રૂ ૩૯૫ કરોડએ પહોંચેલ છે. બેંકની વસુલાત ૯૯ ટકા ઉપર થયેલ છે. છેેલ્લા ર૪ વર્ષથી વસુલાત ક્ષેત્રે રાજયમાં પ્રથમ નંબર આ બેંકે જાળવી રાખેલ છે તેમજ બેંકનું નેટ એનપીએ ૦ ટકા છે. આવી સર્વાગી કામગીરી બદલ આ બેંકને પાંચ વખત નાબાર્ડ તરફથીસ દિલ્હી લેવલેથી બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ તથા નાફસ્કોબ તરફથી દિલ્હી લેવલેથી બે વખત એવોર્ડ મળેલ છે. તેમજ રાજય બેંક તરફથી દશાબ્દી એવોર્ડ મળેલ છે. નાબાર્ડએ આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવેલ છે.

બેંકના ચેરમેન અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે, રાજકોટ જીલ્લા સહકારી બેંકે ૨૦૧૭-૧૮ ના વર્ષમાં ખેડુતોને રૂ ૨૦૫૧ કરોડનું કે.સી.સી. ધિરાણ કરેલ છે. આ ઉપરાંત ખેડુતોને તેના મહામુલી ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા પ્રોત્સાહન આપવાના હેતુથી સરકાર દ્વારા અપાતી રપ ટકા સબસીડી ઉપરાંત આ બેંક તરફથી વ્યાજમાં સબસીડી આપવામાં આવેલ છે. વર્તમાન ડીઝીટલ યુગમાં ખેડુતો પણ પાછળ ન રહે તે માટે જીલ્લા બેંક તરફથી નાબાર્ડના સહયોગથી નાણાંકીય સાક્ષરતા અંગેના ૧૪૭૫ ગોઇન ડીજીટલ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ ૧.૪૯ લાખ લાખ ખેડુતોને રુપે ડેબીટ કાર્ડ ઇસ્યુ  કરી ડીઝીટલ વ્યવહાર તરફ વાળવા પ્રોત્સાહક પુરુ પાડયું છે.મંડળી સાથે જોડાયેલ ખેડુત સભાસદોનો બેંક તરફથી રૂ ૧૦.૦૦ લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે. અને તેનું તમામ પ્રિમીયમ બેંકે ભરેલ છે. આ બેંક સાથે જોડાયેલ ખેડુતો તથા ગ્રાહકોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જેવી કે પીએમજીજીબીવાય, પીએમએસબીવાય એપીવાય હેઠળ જોડવામાં આવે છે. જેમાં હાલ ૧.૦૦ લાખ જેટલા ગ્રાહકોને કવર કરેલ છે. તેમજ પાનકાર્ડ ઇસ્યુ કરવા અંગેની પણ બેંક કામગીરી કરે છે. ખેડુત સભાસદોને મેજર રોગની સારવારમં થયેલ ખર્ચ સામે રૂ ૫૦૦૦ સુધીની સહાય ચુકવવામાં આવે છે. અત્યારે સુધીમાં કુલ ૨૯૫૯ ખેડુતો સભાસદોને આવી સહાય ચુકવેલ છે.

આ બેંકની તમામ ૧૮૬ શાખાઓ સીબીએસ નેટવર્કથી જોડાયેલ છે. જેથી દરેક શાખામાં ઇન્ટર બ્રાંચ નાણાકીય વ્યવહાર કરી શકે છે. બેંક મારફત રુપે ડેબીટ કાર્ડ, રુપે કિશાન કાર્ડ, એટીએમ, માઇકો એટીએમ, આરટીજીએસ, એનઇએફટી, એસએમએસ એલર્ટ સુવિધા આધાર લીકેજ ખાતાઓની સુવિધા શરુ કરેલછે.

આ બેંકની મુખ્ય કચેરીના આધુનિક બિલ્ડીંગમાં ર૪ કલાક ૩૬૫ દિવસ તથા રાજકોટ શહેરની ૧પ૦ ફુટ રીંગ રોડ શાખામાં અને મોરબી શહેરની રવાપર રોડ શાખામાં સવારના ૮ થી રાત્રીના ૧ર વાગ્યા સુધી લોકર ઓપરેટીંગ સુવિધા આપવામાં આવે છે. જયારે બેંકની મુખ્ય કચેરીમાં સાંજના ૪ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત ૬૮ શાખાઓમાં બેંકની માલીકીના મકાનો છે. જયારે ૯૬ શાખાઓમાં લોકર ઓપરેટીગની સુવિધા છે તેમજ જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.