• કારોબારી ચેરમેન પી.જી.કયાડાનું પ્રથમ બજેટ: નવનિયુકત ડીડીઓ નવનાથ ગવહાણે પણ રહ્યા ઉપસ્થિત
  • બજેટને બહાલી મળતા અન્ય વિકાસ કામોનેપણ સર્વાનુમતે મંજુર કરાયા જેમાં સિંચાઇ અને બાંધકામમાં કામો વધુ

રાજકોટ જીલ્લા પંચાયતનું વર્ષ 2024-25 નું અંદાજ પત્ર કારોબારી બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેન બન્યા બાદ પી.જી. કયાડાએ પ્રથમ બજેટ રજુ કર્યુ હતું. અને તેને સર્વાનુમતે બહાલી પણ આપવામાં આવી હતી. કારોબારી ચેરમેને જણાવતા કહ્યું હતું કે, આ વર્ષ  માટે કુલ રૂ. 945 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારીત કરવામાં આવ્યું છે.

જેમાં 15.87 કરોડ રૂપિયા સ્વભંડોળમાંથી, 914.55 કરોડ રૂપિયા રાજય સરકાર તફરથી અને એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ. ડિપોઝીટ 14.68 કરોડ રૂપિયા મળી કુલ બજેટ 945 કરોડ રૂપિયાનું નિર્ધારીત કરવમાં આવ્યું છે. તેને સર્વાનુમને બહાલી પણ આપવામાં આવી હતી.કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ ચેરમેન નવનિયુકત જીલ્લા વિકાસ અધિકારી અને સભ્યોએ અંદાજ પત્રને બિરદાવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં રૂપિયા 100 કરોડની વધુ જોગવાઇ કરવમાં આવી હતી.

Rajkot District Panchayat Rs. 945 crore budget
Rajkot District Panchayat Rs. 945 crore budget

રાજકોટ જીલ્લા હેઠળ આવતા 11 તાલુકાઓનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તેને ઘ્યાને લઇ બજેટમાં 100 કરોડ રૂપિયાની વધુ જોગવાઇ કરવામાં આવી હોવાનું કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે, બીજી તરફ વિકાસ કામોને પણ મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં સિંચાઇના કુલ 11 કામોના ટેન્ડરો મળી રૂ. 2.13 કરોડ નીર્ધારીત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ બાંધકામના કુલ 3 કામોના ટેન્ડરો માટે રૂ. 1.57 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.બીજી તરફ જીલ્લા પંચાયત મઘ્યસ્થ લોબીમાં વોટર રૂમમાં પાણીનું નવું ફ્રીઝ ખરીદવા અને તેના ફીટમેન્ટ માટે રૂ. 1 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચાયત શાખા માટે કોમ્પ્યુટર સેટ ખરીદી તેમજ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ગાંધીનગર 2023-24 પંચાયત પરિષદની સભ્ય ફી રૂ. 10 હજાર તથા અનુદાનની રકમ રૂ. ર લાખ ભરવા બાબતે એમ કુલ મળી 5.10 લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.

રાજકોટ જીલ્લા પંચાયતના અંદાજ પત્રની મુખ્ય જોગવાઇ

  • ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન માટે પ લાખની જોગવાઇ
  • વિકાસનાં કામો માટે 92 કરોડ રૂપિયાનો જોગવાઇ
  • પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસ બનાવવા માટે 20 લાખની જોગવાઇ
  • રાજકોટ જીલ્લાને કુપોષણ મુકત કરવાના અભિયાન હેઠળ ર0 લાખની જોગવાઇ
  • આઇ.સી.ડી. એસ. વિભાગમાં ઇલેકટ્રોનીક સાધનો માટે 9 લાખની જોગવાઇ
  • પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન આપવા રૂપિયા ર લાખ ફાળવવામાં આવ્યા.
  • સ્વભંડોળ સંચાલિત પશુ દવાખાનાનાં પેટા કેન્દ્રોના મકાનોની મરામત માટે 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.