Abtak Media Google News

રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દુકાનોની તપાસણીમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે આવ્યું છે. સરકારી નિયમ પ્રમાણે એક મહિનામાં 18 દુકાનોની તપાસણી કરવાની હોય, પરંતુ રાજકોટ જિલ્લામાં 23 દુકાનોની તપાસણી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

સરકારી નિયમ પ્રમાણે એક મહિનામાં 18 દુકાનોની તપાસણી કરવાની હોય, રાજકોટ જિલ્લામાં 23 દુકાનોની તપાસણી થઈ

તાજેતરમાં જિલ્લા કલેકટરે નાયબ મામલતદારોની બદલીના મોટાપાયે ઓર્ડર કર્યા હતા. આ ઉપરાંત તલાટી અને ક્લાર્કને પ્રમોશન મળતા તેઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિશેષ ધ્યાન આપી પુરવઠા વિભાગને સૌથી મજબૂત બનાવ્યું હતું. પુરવઠા વિભાગમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત 12 ઇન્સ્પેક્ટરોની ભરતી કરવામાં આવી હતી.પુરવઠા વિભાગનું ખાલી મહેકમ ભરાઈ જતા એક્શન મોડમાં કામ કરી રહ્યું છે.

સરકારના નિયમ પ્રમાણે પુરવઠા વિભાગે દર મહિને 18 સસ્તા અનાજની દુકાનોમાં તપાસણી કરવાની થતી હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગે પુરવઠા અધિકારી અવનીબેન હરણની આગેવાનીમાં એક મહિનામાં 23 સસ્તા અનાજની દુકાનોમાં તપાસણી કરી છે. જેમાં જસદણ, વીંછીયા, લોધિકા અને પડધરી સહિતના વિસ્તારોમાં પુરવઠાની ટીમોએ દુકાનોમાં ચેકીંગ કર્યું છે. જો કે આ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવી ન હતી.

તપાસણી દરમિયાન તમામ દુકાનોમાં કોઈ ગેરરીતિ સામે ન આવી, 12 ઇન્સ્પેક્ટરો મળતા પૂરવઠા વિભાગ એક્શનમાં

રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગમાં આ પહેલા માત્ર બે જ ઇન્સ્પેક્ટર હતા. ઓછું મહેકમ હોવાના કારણે જિલ્લામાં ચેકીંગની કામગીરીનો અત્યાર સુધી અભાવ જોવા મળી રહ્યો હતો.  તાજેતરમાં જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મહેકમ ભરતા જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણની આગેવાનીમાં સમગ્ર પુરવઠા વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.