Abtak Media Google News

વેપારીઓએ માસ્ક ન પહેરેલા હોય અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ થતા આકરી કાર્યવાહી

કોર્પોરેશન  દ્વારા દુકાનોમાં આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ડીએમસી એ.આર.સિંહ ખુદ ચેકિંગમાં નીકળ્યા હતા.દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા છ વ્યવસાયિક એકમો ચાર દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

Dsc 04881

આજે ચેકીંગ દરમિયાન યાજ્ઞિક રોડ પર મી.શૂઝ અને વેલ કમ શૂઝ,ત્રિકોણ બાગ પાસે આઝાદ હિન્દ ગોલા,ધર્મેન્દ્ર રોડ પર રિયલ શોપ, યાજ્ઞિક રોડ મ્યુઝીક વર્લ્ડ  અનેશીતલ સિલેક્શનને ચાર દિવસ સુધી સીલ કરવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ર્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Dsc 05131 જે અંતર્ગત આજે ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરનાં ગ્રાહકોને માલસામાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહિત ઘણી દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. આ કામગીરી મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આજે રાજકોટ મહાનગરપાલીકાના ડેપ્યુટી કમિશ્નર એ.આર. સિંઘે વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી કરી હતી અને જરૂરી સુચનો કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.