Abtak Media Google News

ટેક્સની આવકનો આંક 295 કરોડે પહોંચ્યો: 56 મિલકતોને ટાંચમાં લેવાઇ

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની 14 મિલકતો સીલ કરવામાં આવતા બાકી વેરા પેટે બે કરોડની વસૂલાત થવા પામી છે. 340 કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં 295 કરોડની આવક થઇ છે. આજે એક બાકીદારનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યું હતું. જ્યારે 56 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.

આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સાત મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 21 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂ.1.31 કરોડની વસૂલાત થવા પામી છે. જ્યારે વેસ્ટ ઝોન કચેરીની ટેક્સ બ્રાન્ચ દ્વારા એક મિલકત સીલ કરવામાં આવી હતી અને 17 મિલકતોને ટાંચમાં લેવામાં આવતા રૂ.44.51 લાખની વસૂલાત થવા પામી છે. ઇસ્ટ ઝોનમાં કુલ સાત મિલકતો સીલ કરવામાં આવી છે અને એક બાકીદારનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યુ છે. જ્યારે 18 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.24.96 લાખની વસૂલાત થવા પામી હતી. ટેક્સ બ્રાન્ચને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.340 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે આજસુધીમાં 295 કરોડની વસૂલાત થવા પામી છે.

આ હાલ વર્ષો જુનું બાકી લેણું વસુલવા માટે વન ટાઇન ઇન્સ્ટોલમેન્ટ યોજના ચાલી રહી છે. જેની મુદ્ત આગામી 31મી માર્ચે પૂર્ણ થઇ રહી હોય તમામ બાકીદારોને આ યોજનાનો લાભ લેવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા અપિલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.