Abtak Media Google News

બોર્ડ બિનહરીફ થતા ખેડૂતોને ફાયદો

દૂધ ઉત્પાદકોને હવે કિલો ફેટના રૂ.૭૦૦ ચૂકવાશે: પાંચ વર્ષ પારદર્શક વહીવટની ખાત્રી આપતા ચેરમેન રાણપરીયા

રાજકોટ દૂધ સંઘનું ડિરેકટર બોર્ડ બિનહરીફ થતા અને વરસાદની સારી સ્થિતિને ધ્યાને લઈ દૂધ સંઘે ઉત્પાદકોને કિલોફેટે રૂા.૨૦નો વધારો આપવાની જાહેરાત કરી છે. ઉત્પાદકોને હવે પ્રતિ કિલો ફેટે રૂા.૭૦૦ ચૂકવવામાં આવશે.

દૂધ ઉત્પાદકો ઉપર કુદરત પણ પૂરેપૂરી મહેરબાન છે તેવી પરિસ્થિતિમાં રાજકોટ દૂધ સંઘન અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ તા.૨૧.૮થી દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.૨૦નો વધારાની જાહેરાત કરી છે. દૂધ ઉત્પાદકોમાં આનંદની હેલી આવી ગઈ છે.

તા.૨૧ થી રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દૂધના ખરીદ ભાવમાં રૂા.૨૦નો વધારો કરીને પ્રતિ કિલો ફેટે રૂા.૭૦૦ ચૂકવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં સહકારી પ્રવૃત્તિનું નેતૃત્વ કેબીનેટ કક્ષાના યુવા મંત્રી જયેશભાઈ રાદડીયા સંભાળે છે. તેમને તાજેતરની જિલ્લા કક્ષાની બે અગ્રીમ સંસ્થા બેંક અને ડેરીના નિયામક મંડળની ચૂંટણી બિન હરીફ કરાવી સૌનો સાથ સૌનો સહકારના સુત્રને ચરીતાર્થ કરી સહકારી પ્રવૃત્તિને વધુ મજબુત બનાવવા માટે દિશાસુચન આપેલા છે.

મંત્રી જયેશભાઈ રાદડિયા તથા તેમની તમામ ટીમના સભ્યો રાજકીય તથા પંચાયત ક્ષેત્રનાં અગ્રણીઓ સંગઠનના હોદેદારો તેમજ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મંડળીઓનાં તમામ પ્રમુખ કમીટી સભ્યોનું અંત:પૂર્વક આભાર માનું છું. તેમ રાણપરીયાએ જણાવ્યું હતુ.

તકે તેમણે રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળના બિન હરિફ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા (વિરપૂર) કડીવાર રસુલભાઈ અલીભાઈ (પ્રતાપગઢ), બાદી અબ્દુલભાઈ રહીમ આહમદ (સમઢીયાળા), કિરણબેન કુરજીભાઈ સાંગાણી (માધાપર), હરજીભાઈ રવજીભાઈ ભૂવા (ખારચીયા (સરધાર), જોશનાબેન અશ્ર્વીનભાઈ ગઢિયા (ખોડાપીપર), આંબાભાઈ વિરાભાઈ (કંધેવાડીયા), લીલીબેન મગનભાઈ મેટાળીયા (લાલાવદર), સુરેશભાઈ માધાભાઈ લુણાગરીયા (કોટડાસાંગાણી), મનીષભાઈ ભાલાળા (વેજાગામ), વર્ષાબેન શૈલેષભાઈ ખાતરા (દેરડી કુંભાજી), વનિતાબેન મહેશભાઈ રૈયાણી (સુપેડી) તેમજ વ્યકિત સભ્ય ગ્રુપમાંથી દેવેન્દ્રકુમાર ર. દેસાઈનું હાર્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.

સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોએ અમારી ટીમ ઉપર વિશ્ર્વાસ મૂકીને દુધ સંઘના સંચાલનની જવાબદારી સોંપેલી છે. ત્યારે આગામી ૫ વર્ષ મારી ટીમ દ્વારા પારદર્શક વહીવટ કરીને દૂધનાં વ્યવસાયમાં મહત્તમ ફાયદો મળે તેવા ઘનિષ્ટ પ્રયત્નો કરાશે તેવી ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.