Abtak Media Google News

સગીરવયની પુત્રીને ભગાડી જનારના પરિવારજનોએ સમાધાન માટે ધમકીઓ દેતા આધેડે ડીડીટી ગટગટાવ્યું

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ગઈકાલે આધેડે ડીડીટી પી આપઘાતનો પ્રયાસ કરતા તેણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આધેડની સગીરવયની પુત્રીને ભગાડી જનાર પ્રેમી અને તેના પરિવારજનોએ ધમકી આપતા પગલું ભર્યાનું સામે આવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા દિનેશભાઈ ભલાભાઇ રત્નોતર નામના 42 વર્ષના આધેડે હ્યુન્ડાઈના શોરૂમ પાછળ ડીડીટી પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના બીજાને રહેલા દિનેશભાઈ રત્નોતરે જણાવ્યું હતું કે પોતાની સગીર વયની પુત્રીને પડોશમાં રહેતા અજય નવઘણ ભરવાડ નામનો 21 તારીખે ભગાડી ગયો હતો ત્યારબાદ દિનેશભાઈએ આ અંગે પોલીસમાં નોંધ કરતા અજય ભરવાડ અને તરુણીને વડોદરાથી પોલીસે દબોચી લીધા હતા.

દિનેશભાઈએ પોલીસમાં નોંધ કરતા અજય ભરવાડ અને તેમના પરિવારજનોને પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં અજય ભરવાડ અને તેના પરિવારજનોએ આ બાબતે સમાધાન કરી લેવા માટે ધમકીઓ આપી હતી. જેના પગલે કંટાળીને આધેડે ડીડીટી પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અંગે પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.