Abtak Media Google News
  • બે વર્ષ પહેલાં માતાની મમતા છીનવાયા બાદ હવસખોર પિતાએ પુત્રી સાથે પત્ની જેવો વ્યવહાર કર્યો!
  • સાત માસ સુધી અવાર નવાર 15 વર્ષની પુત્રીને હેવાન પિતાએ પીખી નાખી

પાલનહાર જ હેવાન બની લોહીના સંબંધને લાંચન લગાતી શરમજનક ઘટના જામનગરમાં સામે આવી છે. માતાની મમતા છિનવાયા નોધારી બનેલી સગીર પુત્રી સાથે હેવાન બનેલા પિતાએ પત્ની જેવો વ્યવહાર કરી સતત સાત માસ સુધી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા કામાંધ પિતા પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. હવસનો શિકાર બનેલી તરૂણીએ પોલીસ સમક્ષ પોતાના હેવાન પિતાના વાસનાંધ બની ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો હતો. પોલીસે લોહીના સંબંધોને લાંચન લગાવતા પિતા સામે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

જામનગર શહેરમાં સગા  પિતાએ 15 વર્ષની સગીરવયની પુત્રી ઉપર સતત સાત માસ સુધી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધાની ખુદ પુત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. નરાધમ પિતાની પોલીસે ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં માતાનું આશરે બે વર્ષ પહેલા મૃત્યુ નિપજ્યું હતું. જે બાદપિતા ઘરમાં રહેલા સંતાનોની દેખભાળ કરતા હતાં. પત્ની હયાત ન હોવાથી સાતેક માસ પહેલા નરાધમ પિતાએ સાડા પંદર વર્ષની સગીરવયની પુત્રી ઉપર નજર બગાડી હતી અને રાત્રીના સમયે પુત્રીને ધમકી આપીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. જે બાદ શેતાનના રૂપમાં આવતો સગો બાપ રાત્રીના પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો. બાદમાં બે દિવસ પહેલા પુત્રીને પેટમાં દુ:ખાવો ઉપડતા સંબંધી સાથે હોસ્પિટલમાં દવા લેવા જતાં તેણી ગર્ભવતી હોવાનું સામે આવતા ચકચારમચી જવા પામી હતી.

જે બાદ સગીર પુત્રીએ સીટી બી ડીવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમ પિતા સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને પીઆઈ કે.જે.ભોયે તપાસ હાથ ધરીને આરોપી નરાધમ પિતાની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. સગીરવયની પુત્રીને તબીબી પરીક્ષણ માટે જી.જી.હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. જ્યાં તેણીનો મેડીકલ રીપોર્ટ આવ્યા બાદ જ તેણીને કેટલા માસનો ગર્ભ છે તે જાણી શકાશે તેમ પોલીસે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.