Abtak Media Google News

325 ફટાકડાના સ્ટોલને એનઓસી અપાયા: આજથી ચાર દિવસ ચેકિંગ ઝુંબેશ

કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે શહેરમાં 325 ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ફાયર એનઓસી વિના ધમધમતા સ્ટોલને સીલ કરી દેવામાં આવશે. આજથી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 3 ગણા વધારે ફાયર એનઓસી ફટાકડાના સ્ટોલને અપાયાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજ સુધીમાં 325 ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યું છે. ગત વર્ષે ફાયર એનઓસી માટે 125 અરજીઓ આવી હતી જે પૈકી 112ને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે ત્રણ ગણા વધુ ફટાકડાના સ્ટોલ શહેરમાં ઉભા થયા છે.

દરમિયાન આજથી ફાયર બ્રિગેડ સ્ટેન્ડ ટુ થઈ ગયું છે અને ચેકિંગ શરૂ કરી દેશે જે અંતર્ગત ફાયર એનઓસી નહીં હોય તેવા સ્ટોલને બંધ કરાવામાં આવશે. કાલથી શહેરમાં નાના મવા સર્કલ, પરાબજાર, પંચાયત ચોક, પેડક રોડ અને ફૂલછાબ ચોક પાસે એમ અલગ અલગ 5 સ્થળે હંગામી ફાયર ચોકી ઉભી કરવામાં આવશે. ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયર સીલીન્ડર, 20 લીટર પાણીનું બેરલ, રેતીની ડોલ અને નો-સ્મોકીંગના બોર્ડ ફરજિયાત લગાવવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.