Abtak Media Google News

 

મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો

અબતક-રાજકોટ

કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળના સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગરૂપે “ફ્રીડમ2વોક, ફ્રીડમ2સાયકલ અને ફ્રીડમ2રન” ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેલેન્જમાં રાજકોટ સહીત સમગ્ર દેશના 75થી વધુ સ્માર્ટ સિટીએ ભાગ લીધો હતો. આ ચેલેન્જના ભાગરૂપે, નિર્ધારિત સમયગાળામાં નાગરિકોએ રેગ્યુલર વોકિંગ, સાયકલિંગ અથવા રનિંગ કરીને, પોતાની અક્ટિવિટીને એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન પોર્ટલ પર નોંધાવીને આ ચેલેન્જમાં ભાગ લીધો હતો. આ ચેલેન્જ અંતર્ગત વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં રાજકોટ શહેરને મેક્સિમમ કિલોમીટર્સ ઇન રનીંગ (સિટીઝન)માં રાજકોટને ફર્સ્ટ રેન્ક, મેક્સિમમ નંબર્સ ઓફ એક્ટિવીટીઝ ઇન રનીંગ (સીઇઓ-કમિશનર)માં રાજકોટને સેક્ધડ રેન્ક, મેક્સિમમ કિલોમીટર્સ ઇન રનીંગ (સિટી)માં રાજકોટને ત્રીજો ક્રમ, મેક્સિમમ કિલોમીટર્સ ઇન રનીંગ (સિટી લીડર)માં ચોથો ક્રમ, મેક્સિમમ ટાઇમ સ્પેન્ડ ઇન રનીંગ (સિટી લીડર)માં ચોથો, મેક્સિમમ રજીસ્ટ્રેશન ઇન સાયક્લીંગ (સિટીઝન)માં ચોથો, મેક્સિમમ રજીસ્ટ્રેશન ઇન રનીંગ (સિટીઝન)માં ચોથો, મેક્સિમમ નંબર્સ ઓફ એક્ટિવીટીઝ ઇન રનીંગ (સીટી લીડર્સ)માં પાંચમો રેન્ક પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત મેક્સિમમ રજીસ્ટ્રેશન ઓફ વોકીંગ (સિટીઝન)માં છઠ્ઠો, મેક્સિમમ કિલોમીટર ઇન વોકીંગ (સિટી)માં નવમો અને મેક્સિમમ કિલોમીટર્સ ઇન સાઇક્લીંગ (સિટી)માં તેરમો ક્રમાંક પ્રાપ્ત થયો છે.

અલગ-અલગ સ્પેસિફિક કેટેગરીમાં રાજકોટ શહેર તેમજ શહેરના નાગરિકએ ટોપ-5માં સ્થાન પ્રાપ્ત કરેલ છે, રાજકોટના દોડવીરો, સાયકલીસ્ટ અને વોકર્સ(ચાલનારા)એ દેશમાં ડંકો વગાડયો જે બદલ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.