Abtak Media Google News

ભાજપ વિધાનસભા બેઠકોમાં ભાજપના ચૂંટણી કાર્ય વ્યવસ્થા માટે 18 વોર્ડો વિવિધ મોર્ચાના હોદેદારોની બેઠક યોજાય

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 ના અનુસંધાને રાજકોટ શહેરની વિધાસભાની -68,69,00,71 ની બેઠકમાં ભાજપના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી ચુંટાઈ આવે તે માટે શહેર ભાજયના પ્રમુખ   કમલેશભાઈ મીરાણી રાજકોટના વિધાનસભાની બેઠકોમાં સમાવિષ્ટ શહેરના 18 વોર્ડના ભાજપના હોદેદારો , અપેક્ષીત કાર્યકરી અને વિવિધ મોર્ચાના હોદેદારોની એક બેઠક ચૂંટણી વ્યવસ્થાના આગોતરા આયોજન માટે યોજવામાં આવી હતી. આ બેઠક્માં મલેશભાઈ મીરાણી , સાંસદ મોહનભાઈ કુંડારીયા , રાજયસભાના સભ્ય  રામભાઈ મોકરીયા , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા , પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા , મેયર  પ્રદીપભાઈ ડવ ,  ઉદયભાઈ કાનગડ , ભાજપના ચારેય ઉમેદવારો ઉદયભાઈ કાનગડ , ડો . દર્શિતાબેન શાહ , રમેશભાઈ ટીલાળા ,  ભાનુબેન બાબરીયા , પ્રદેશ ભાજપ મંત્રી  બીનાબેન આચાર્ય ધનસુખભાઈ ભંડેરી નિતિનભાઈ ભારાજ , કશ્યપભાઈ શુકલ , રક્ષાબેન બોરીયા , રાજુભાઈ ધ્રુવ , શહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી કિશોરભાઈ રાઠોડ , નરેન્દ્રસિંહની ઠાકુર , ધારાસાસત્રી અનિલભાઈ દેશાઈ , જીતુભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહેલ.

આ બેઠકને સંબોધતા શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણીએ રાજકોટની વિધાનસભાની ચારેય બેઠકોમાં જંગી બહુમતીથી ચુટી કાઢવા માટે કાર્યકરોને પરિશ્રમની પરીકાષ્ઠા સર્જીને કેશરીયા માહોલ સર્જવા હાકલ કરી હતી . તેમણે જણાવ્યુ કે રાજકોટની ચારેય વિધાનસભા બેઠકોની ભાજપના મધ્યસ્થ કાર્યાલયોનુ ઉદધાટન આવતી કાલે સાંજે 6: 30 કલાકે કરવામાં આવશે .

જે અન્વયે વિધાનસભા 68 કાર્યાલય પારૂલ ગાર્ડન પાસે , વિધાનસભા 69 મધ્યસ્થ કાર્યાલય 150 ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેંજ ચોક   વિધાનસભા 90 નું કાર્યાલય ભક્તિનગર સર્કલ વૃંદાવન ડેરી પાસે , વિધાનસભા 71 નું કાર્યાલય વોર્ડ નં . 11 માં ઓમનગર 150 ફુટ રીંગ રોડ ખાતે ખોલવામાં આવશે .   સમગ્ર બેઠકનુ સંચાલન શહેરભાજપ મહામંત્રી  જીતુભાઈ કોઠારીએ કાર્યુ હતુ .. આબેઠક્ની વ્યવસ્થા કોષાધ્યક્ષ   અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ સંભાળી હતી . અને ઓડીટોરીયમનુ સુચાલન સોશય મીડીયાના હાર્દીક બોરડ તથા શૈલેશ હાપલીયાએ સંભાળેલ હતુ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.